Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નકલી જજ અને ભેજાબાજ મોરિસ ક્રિશ્ચિયનની ફરી એકવાર ધરપકડ

કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ સામે વધુ એક ગુનો દાખલ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ahmedabad   નકલી જજ અને ભેજાબાજ મોરિસ ક્રિશ્ચિયનની ફરી એકવાર ધરપકડ
Advertisement
  1. Ahmedabad ના નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનની ફરી ધરપકડ
  2. કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ સામે વધુ એક ગુનો દાખલ
  3. AMC ની જમીન પચાવી પાડવા ખોટી રીતે આર્બિટ્રેશન પ્રક્રિયા કરી હોવાનો આરોપ

અમદાવાદનાં (Ahmedabad) નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કારંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station) મોરિસ સામે વધુ એક ગુનો દાખલ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ જજ અને આરોપી મોરિસ સામે AMC ની જમીન પચાવી પાડવા ખોટી રીતે આર્બિટ્રેશન પ્રક્રિયા કરી હોવાનો આરોપ છે.

આ પણ વાંચો - Ahmedabad : આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah બે દિવસનાં ગુજરાત પ્રવાસે

Advertisement

કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ સામે વધુ એક ગુનો દાખલ

અમદાવાદમાં Ahmedabad) નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને (Morris Christian) લઈ એક મોટા સમાચાર આવ્યા છે. કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ સામે વધુ એક ગુનો દાખલ થતાં તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, બોગસ જજ મોરિસ ક્રિશ્ચિયન સામે આરોપ છે કે AMC ની જમીન પચાવી પાડવા ખોટી રીતે આર્બિટ્રેશન પ્રક્રિયા કરી હતી. વર્ષ 2018 માં મોરિસે દસ્તાવેજો ધ્યાને લીધા વગર જ દસક્રોઈનાં (Daskroi) શાહવાડીની જમીનનો એવોર્ડ પસાર કરી દીધો હતો. આ મામલે પોલીસે મોરિસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Viramgam : PM મોદીએ પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે : CR પાટીલ

આરોપીએ ખોટી કોર્ટ ઊભી કરી, નકલી વકીલ, સ્ટાફ રાખ્યા હતા

જણાવી દઈએ કે, 21 ઓક્ટોબરનાં રોજ કારંજ પોલીસ (Karanj Police, Ahmedabad) નકલી જજ (fake judge) અને ભેજાબાજ આરોપી મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ કરી હતી, જેને કોર્ટ જેવો માહોલ ઊભો કરી આર્બિટ્રેટર બની વિવાદિત જમીનો પચાવી પાડવાનું કૌભાંડ આચર્યું હતું. તેની વિરુદ્ધ આરોપ થયો હતો કે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન આર્બિટ્રેટર એટલે કે જજ હોય તે રીતે એક તરફી કાયદાનાં પ્રબંધો વિના કાર્યવાહી કરતો હતો.

આ પણ વાંચો - Anand : ન.પા. કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી! BJP એ કરી આ કડક કાર્યવાહી!

Tags :
Advertisement

.

×