ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : SP રિંગ રોડ પરનાં એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

આ ઘટનાને પગલે ફાયરની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
04:49 PM Jul 15, 2025 IST | Vipul Sen
આ ઘટનાને પગલે ફાયરની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
Applewood_Gujarat_first
  1. SP રિંગ રોડ પર આવેલા એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે આગ લાગી (Ahmedabad)
  2. AC યુનિટમાં આગ લાગી હોવાનાં પ્રાથમિક અહેવાલ, અફરાતફરીનો માહોલ
  3. બિલ્ડિંગની ફાયર સિસ્ટમથી આગ પર કાબુ મેળવ્યો
  4. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

Ahmedabad : અમદાવાદનાં SP રિંગ રોડ (SP Ring Road) પર આવેલા એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફાયરની ગાડીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી હતી. ફાયર જવાનોએ બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, AC યુનિટમાં આગ લાગતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આગનાં બનાવને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - Bhavnagar : અ'વાદ, અરવલ્લી બાદ ભાવનગરમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં અપાતા હોવાનું કૌભાંડ!

એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે આગ લાગી

અમદાવાદનાં (Ahmedabad) એસ.પી. રિંગરોડ ખાતે આવેલા એપલવુડ ટાઉનશીપમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એપલવુડ ટાઉનશીપનાં (Applewood Township) 14 માં માળે આગ લગતા ઘુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને (Fire Department) જાણ કરવામાં આવી હતી. આથી, ફાયર વિભાગની ગાડીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી હતી.

આ પણ વાંચો - Surat : કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ!

બિલ્ડિંગની ફાયર સિસ્ટમથી આગ પર કાબુ મેળવાયો

ફાયર વિભાગના જવાનોએ બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, બિલ્ડિંગનાં 14 માં માળે અચાનક આગ લાગવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - Sabarkantha : ભાવફેરનો વિવાદ વકર્યો, સાબર ડરીના ચેરમેન અને MD ને સહકાર મંત્રીએ ગાંધીનગર બોલાવાયા

Tags :
AC unitAhmedabadAhmedabad Fire BridgedApplewood TownshipFIRE INCIDENTFire Systemgujaratfirst newsSP ring road.Top Gujarati News
Next Article