Ahmedabad: શહેરમાં કોરોનાથી બે મોત, 18 વર્ષીય ગર્ભવતી યુવતી તથા 47 વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો
- ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે
- રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા
- સુરતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા
Corona: દેશમાં કોરોના ફરી પાછો આવ્યો છે. જેમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 2 મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારના શાહઆલમમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તથા 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું હોસ્પિટલમાં મોત થયુ છે. યુવતીને શ્વાસોશ્વાસની તકલીફ હતી. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ છે તથા 24 કલાકમાં 50 નવા કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 19 મે 2025 થી આજે દિવસ સુધીમાં 44 કેસ નોંધાયા છે. તેમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તથા 6 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમજ સુરતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સિટીલાઈટ વિસ્તારમાં રહેતા 2 યુવકોને કોરોના થયો છે. એક યુવક કુર્ગ તો અન્ય યુવક બાલીથી પરત ફર્યો હતો. તો અન્ય એક વૃદ્ધ અને એક યુવકને પણ કોરોના છે. તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7-7 લોકોના કોરોનાથી મોત થયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 383 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, દેશમાં કુલ 1818 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
22 મે સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 257 હતી.
22 મે સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 257 હતી. 26 મેના રોજ આ સંખ્યા 1010 પર પહોંચી ગઈ. શનિવારે, તે ત્રણ ગણો વધીને. 31 મે સુધી, દેશમાં કોરોનાના 3395 સક્રિય કેસ હતા. તે જ સમયે, 1 જૂનના રોજ આ સંખ્યા વધીને 3758 થઈ ગઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 મે સુધી કોરોનાના 24 સક્રિય કેસ હતા. તે જ સમયે, લગભગ 12 દિવસમાં કેસ વધીને 436 થઈ ગયા. ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. 10 દિવસ પહેલા ફક્ત 257 હતા, જે હવે વધીને 3500 થી વધુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે, જયારે બે લોકોના મોત પણ નોંધાયા છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ થોડો વધારો થયો છે.
કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ 1400 છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3758 થઈ ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના 65 નવા કેસ નોંધાયા, જેનાથી આ વર્ષે 1 જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા 814 થઈ ગઈ છે. એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ 65 કેસમાંથી 31 પુણેના, 22 મુંબઈના, 9 થાણેના, બે કોલ્હાપુરના અને એક નાગપુરનો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ 1400 છે, જયારે દિલ્હીમાં 436 કેસ થઈ ગયા છે.
આ પણ વાંચો: શેરબજારમાં ફરી મોટો ઘટાડો... સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો, Reliance-HDFCમાં કડાકો