Ahmedabad Food: બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો, મંગાવ્યું પનીર અને પીરસાયું ચિકન
- Ahmedabad Food: વસ્ત્રાપુરની પાર્ક રેસીડેન્સી હોટલમાં યુવકને કડવો અનુભવ
- યુવકે પનીર ચીલી મંગાવ્યું અને હોટેલ ચિકન ખવડાવી દીધું
- હોટેલ પાર્ક રેસીડેન્સીની બેદરકારી સામે આવી
Ahmedabad Food: બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુરની પાર્ક રેસીડેન્સી હોટલમાં યુવકને કડવો અનુભવ થયો છે. તેમાં ગ્રાહકે મંગાવ્યું પનીર અને ચિકન પીરસાયું છે. જેમાં યુવકે પનીર ચીલી મંગાવ્યું અને હોટેલ ચિકન ખવડાવી દીધું હતુ. યુવકને માલૂમ પડતા હોટેલ પાર્ક રેસીડેન્સીની બેદરકારી સામે આવી છે. હોટેલ પાર્ક રેસીડેન્સી વેજ અને નોનવેજ એક જ કિચનમાં બનાવતા હોવાનું સામે આવ્યું છે.
હોટેલ પાર્ક રેસીડેન્સી વેજ-નોનવેજ એક જ કિચનમાં બને છે
ગ્રાહકો પાસેથી ઊંચા રૂપિયા વસૂલતી હોટેલ પાર્ક રેસીડેન્સી સામે AMC કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. ઘટનામાં વસ્ત્રાપુરની ધ પાર્ક રેસીડેન્સી હોટલમાં યુવકને કડવો અનુભવ થયો છે, જૈન યુવકે પનીર ચીલી મંગાવ્યું અને હોટેલ ચિકન ખવડાવી દીધું છે, તો સમગ્ર ઘટનામાં AMCના અધિકારીઓએ પણ હોટલ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને હોટેલ પાર્ક રેસીડેન્સી વેજ અને નોનવેજ એક જ કિચનમાં બનાવતા હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad Food: તાજેતરની જીવાતને લગતી ઘટનાઓ જાણો
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને સતત હોટલ- રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જ જમાવા બેસજો. કારણ કે, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે આણંદના વાસદની સત્યનારાયણ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનાબાળકે મસાલા પાપડમાં જીવતી ઈયળ જોઇ તે ખાતા અટકી ગયો અને બધાને જાણ કરતા મામલો સામે આવ્યો છે.
2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી
તાજેતરમાં જ અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. રાણીપની રિયલ પેપરિકા રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે વસ્ત્રાલની બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા.
બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી
અત્રે જણાવીએ કે, બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી. તેમજ શહેરની કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલના ભોજનમાંથી જીવાત પડેલી જોવા મળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયટના Java માં જમવા ગયેલા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવ્યો હતો. થોડાદિવસ અગાઉ જ કબીર રેસ્ટોરન્ટ અને ઘી ગુડમાંથી પણ જીવાત નીકળી હતી. ત્યારે સમગ્ર ઘટના બાદ ગ્રાહકે કિચન વિઝિટની માગ કરતા હોટલ મેનેજમેન્ટે ઇન્કાર કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે ત્યારે હવે બહારનું ખાવાની આદત ધરાવતા લોકો માટે સાવચેત રહેવાની અપીલ છે.
આ પણ વાંચો: Gujarat BJP: નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિશે જાણો અજાણી વાતો