ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરને 20 વર્ષે કેદ અને દંડની સજા

આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટર સામે વર્ષ 2005 માં કણભા પોલીસ મથકે (Kanbha Police Station) ફરિયાદ નોંધાઈ હતી.
10:36 PM Jul 24, 2025 IST | Vipul Sen
આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટર સામે વર્ષ 2005 માં કણભા પોલીસ મથકે (Kanbha Police Station) ફરિયાદ નોંધાઈ હતી.
CBI_Gujarat_first
  1. ગ્રાહકના નાણાની ઉચાપત કેસમાં આરોપીને 20 વર્ષે સજા (Ahmedabad)
  2. ગ્રામ્ય CBI કોર્ટે આરોપીને 3 વર્ષની કેદ, 10 હજારનો દંડ ફટકાર્યો
  3. ગ્રાહકના નાણાંની ઉચાપતના કેસમાં CBI કોર્ટેનો ચુકાદો
  4. આરોપીને સજા આપવી ન્યાયોચિત : ગ્રામ્ય CBI કોર્ટ

Ahmedabad : ગ્રાહકના નાણાની ઉચાપત કેસમાં ગ્રામ્ય CBI કોર્ટે (Rural CBI Court) મહત્ત્વો ચુકાદો આપ્યો છે. 20 વર્ષે આરોપી દોષી સાબિત થતા 3 વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે. આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટર સામે વર્ષ 2005 માં કણભા પોલીસ મથકે (Kanbha Police Station) ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીનાં રૂ. 83 હજારની ઉઠાઉગીરી કરી હોવાનો આરોપ થયો હતો. આરોપીને સજા આપવી ન્યાયોચિત હોવાનું કોર્ટે જણાવ્યું છે.

આ પણ વાંચો -Bhavnagar : તાતણીયા ગામે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે! શાળાની બહાર ઉપવાસ પર બેઠા

ગ્રાહકના નાણાંની ઉચાપતના કેસમાં CBI કોર્ટેનો ચુકાદો

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2005 માં સુનિલ પંચાલ નામના પોસ્ટ માસ્ટરે ગ્રાહકનાં રૂ. 83 હજારની ઉચાપત કરી હોવાની ફરિયાદ કણભા પોલીસ મથકે (Kanbha Police Station) નોંધાઈ હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતાં 20 વર્ષે ફરિયાદીને ન્યાય મળ્યો છે. મદદનીશ સરકારી વકીલ ભરત પ્રજાપતિએ ગ્રામ્ય CBI કોર્ટમાં દલીલ કરી હતી. તમામ દલીલો, પુરાવાનાં આધારે CBI કોર્ટે આરોપી સુનિલ પંચાલને દોષી જાહેર કર્યો છે.

આ પણ વાંચો -Ahmedabad : AMTS-BRTS નાં મુસાફરો માટે રાહતનાં સમાચાર! પ્લાસ્ટિક મુક્ત અ'વાદ માટે નવતર પ્રયોગ

ગ્રામ્ય CBI કોર્ટે આરોપીને 3 વર્ષની કેદ, 10 હજારનો દંડ ફટકાર્યો

કોર્ટે આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટર સુનિલ પંચાલને 3 વર્ષની કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, આરોપીને સજા આપવી ન્યાયોચિત છે. 20 વર્ષની લાંબી લડત બાદ આખરે ફરિયાદીને ન્યાય મળ્યો છે. આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટરને સજા થતાં ફરિયાદ પક્ષે ન્યાય તંત્રનો આભાર માન્યો છે.

આ પણ વાંચો -Jamnagar : એક તરફ 'સ્માર્ટ એજ્યુકેશન' ની વાતો, બીજી તરફ શિક્ષક-ઓરડાની પણ ઘટ!

Tags :
AhmedabadAssistant Public Prosecutor Bharat PrajapatiCBI Court VerdictCrime NewsEmbezzlement CaseGUJARAT FIRST NEWSKanbha Police StationRural CBI CourtSunil PanchalTop Gujarati News
Next Article