Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલીને સાઈબર ક્રાઈમ કરતાં ઠગોની ગેંગ ઝડપાઈ

Ahmedabad :  આજના ડિજિટલ યુગની અંદર સાયબર ફ્રોડ દિવસેને દિવસે થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાંથી બોગસ કંપનીઓ બનાવીને બેક એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડના ગેરકાયદેસર લાખો રૂપિયાના હેરાફેરી કરતી ગેંગને અમદાવાદના સીજી રોડ પરથી પકડી પાડવામાં આવી છે.
ahmedabad   ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલીને સાઈબર ક્રાઈમ કરતાં ઠગોની ગેંગ ઝડપાઈ
Advertisement
  • Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ, 51 લાખનો મુદ્દામાલ જપ્ત
  • બોગસ એકાઉન્ટ્સથી વિદેશી ઠગાઈ : આકાશ સોની અને મનોજ રામાવત સહિત ગેંગ પકડાઈ
  • અમદાવાદમાં સાયબર ઠગોનો પર્દાફાશ : કંપનીઓ બનાવી કરતા હતા કરોડોની છેતરપિંડી
  • ક્રાઇમ બ્રાન્ચે પકડી સાયબર ગેંગ : 50 લાખ રોકડ અને મોબાઇલ-કાર્ડ્સ જપ્ત
  • આર્થિક રીતે કમજોરોના એકાઉન્ટ્સનો દુરુપયોગ : અમદાવાદમાં બે આરોપીઓની ધરપકડ

Ahmedabad :  આજના ડિજિટલ યુગની અંદર સાયબર ફ્રોડ દિવસેને દિવસે થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાંથી બોગસ કંપનીઓ બનાવીને બેક એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડના ગેરકાયદેસર લાખો રૂપિયાના હેરાફેરી કરતી ગેંગને અમદાવાદના સીજી રોડ પરથી પકડી પાડવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આકાશ સોની અને મનોજ રામાવત નામના બે યુવક સાથે કુલ અંદાજિત 51 લાખથી પણ વધારેનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

અલગ-અલગ કંપનીઓ બનાવીને ખોલાવતા હતા એકાઉન્ટ

શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને સાયબર ફ્રોડની ગેંગને પકડી પાડી છે. આ ગેંગ આર્થિક રીતે કમજોર વ્યક્તિઓના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બોગસ બેંક એકાઉન્ટ્સ ખોલાવતી હતી અને તેના માધ્યમથી વિદેશમાંથી આવતા ઠગાઈના પૈસાને ટ્રાન્સફર કરતી હતી. આ કેસમાં મુખ્ય આરોપી આકાશ સોની (સુરેન્દ્રનગરના રાજસીતાપુરનો રહેવાસી) અને મનોજ રામાવત (રાણીપનો રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અલગ-અલગ નામે કંપનીઓ રજિસ્ટર કરીને વધુ એકાઉન્ટ્સ ખોલતી હતી અને જૂની કંપનીઓને બંધ કરીને નવી બનાવતી હતી, જેથી ઠગાઈના પૈસા સરળતાથી ફેરવી શકાય.

Advertisement

Advertisement

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચની ઓચિંતિ રેડ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ સીજી રોડ ઉપર આવેલ ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ પર રેડ પાડી હતી આ રેડ દરમિયાન આકાશ સોની અને મનોજ રામાવત બોગસ કંપનીઓ બનાવીને ગરીબ ઘરના લોકોના બેન્ક એકાઉન્ટ ખોલીને સાયબર ફ્રોડ કરી ગેરકાયદેસર રૂપિયાની લેતીદેતી કરતા હોવાથી સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપી આકર્ષોની એ ચાર્ટર્ડ એકાઉન્ટ છે જે અલગ અલગ કંપનીઓનું કામ કરે છે જ્યારે મનોજ રામાવત 15 વર્ષથી જુદી જુદી બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પણ નોકરી કરી હતી અને નોકરી છોડીને છેલ્લા છ મહિનાથી આકાશ સોનીને ત્યાં નોકરી ઉપરાંત કમિશન પણ મેળવતો હતો.

0.50 પૈસાનું કમિશન મેળવતા હતા

આકાશ સોની અને મનોજ રામાવતે છેલ્લા બે થી અઢી વર્ષ દરમિયાન 54 થી વધુ બોગસ કંપનીઓ અને બેન્ક એકાઉન્ટ બનાવ્યા હતા જેમાંથી હાલ પંદર જેટલી બેંક કંપનીઓના એકાઉન્ટ એક્ટિવ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બંને આરોપી ક્લાઈન્ટ પાસેથી બોગસ કંપની અને બેન્ક એકાઉન્ટ ખોલાવી મોટી રકમ ઉપાડી લેતા અને તેમાંથી 0.50 પૈસાનું કમિશન મેળવતા હતા. આ બંને ઉપર દિલ્હી, ગાઝિયાબાદ,બેંગ્લોર, મુંબઈ જેવા શહેરોમાં ચાર ફરિયાદ દાખલ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

Ahmedabad  : 50 લાખ રૂપિયાની રોકડ  મળી

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી 12 મોબાઇલ ફોન, 1 હાર્ડ ડિસ્ક, 27 ATM અને ડેબિટ કાર્ડ્સ સહિત અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ ઉપરાંત રેડ દરમિયાન 50 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. કુલ મુદ્દામાલની કિંમત 51.90 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ વિદેશમાં બેઠેલા સાયબર ઠગો સાથે મળીને કામ કરતી હતી અને બોગસ એકાઉન્ટ્સ દ્વારા ઠગાઈના પૈસાને લોન્ડરિંગ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

ગરીબ લોકોની લાચારીનો ઉઠાવતા ફાયદો

મળી રહેલી માહિતી અનુસાર, હાલમાં સાઈબર ક્રાઈમના કેસોમાં સૌથી વધારે એવા લોકોના બેંક એકાઉન્ટ છે, કે જેઓ મજૂરી વર્ગના લોકો છે. આર્થિક રીતે અક્ષમ વ્યક્તિઓને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમના પાસે તેમનું બેંક એકાઉન્ટ ખોલાવી લેવામાં આવતું હોય છે. આ દરમિયાન તેમણે થોડા-ઘણા પૈસા આપીને તેમને રેગ્યુલર પૈસા આપવાની લાલચ આપવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે તપાસ એજન્સીઓ આવા બેંક એકાઉન્ટને પકડી પાડે છે, ત્યારે મેઈન ગુનેગારો ફરાર થઈ જતાં હોય છે, જ્યારે ગરીબ લોકો જેલમાં વર્ષો સુધી સડતા હોય છે.

આ પણ વાંચો- Aravalli Range : ગુજરાત સહિત આ રાજ્યો પર તોળાઈ રહ્યું છે સંકટ ! અરવલ્લી ચુકાદા બાદ લોકોમાં રોષ

Tags :
Advertisement

.

×