આ બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ (FSL) અધિકારીઓ અને પંચોને સાથે રાખીને રેડ કરી હતી. પોલીસની આ આકસ્મિક રેડમાં આરોપી અશરફખાન ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
વોન્ટેડ આરોપીની શોધખોળ કરાઈ શરૂ
પોલીસે આરોપીના કબ્જામાંથી 37.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.1.12.920 થાય છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન (કિ.રૂ. 70,500) અને એક વજનકાંટો પણ કબજે કર્યો છે.
ડ્રગ્સના આ કેસમાં પોલીસને તપાસ દરમિયાન મહત્વની કડી મળી છે. આ મેફેડ્રોનનો જથ્થો આપનાર મૂળ આરોપી નેહલ પટેલ (રહે- નવા વાડજ, અમદાવાદ) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે એનડીપીએસનો કેસ નોંધ્યો
ગોમતીપુર પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસમાં અન્ય વસ્તુઓ પણ પુરાવા તરીકે કબજે કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ હવે પોલીસ વોન્ટેડ આરોપી નેહલ પટેલ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી અમદાવાદ પોલીસની ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાની મક્કમતા દર્શાવે છે. ડ્રગ્સ જેવું દૂષણ યુવાધનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે પોલીસની આ પ્રશંસનીય કામગીરીને કારણે ગોમતીપુર વિસ્તારમાં નશાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Junagadh : 20 ઇંચ કરતા વધુ વરસાદથી નેશનલ હાઈવેનું 40 ફૂટ જેટલું ધોવાણ, વાહનવ્યવહાર ઠપ થતા સ્થાનિકોમાં ભારે રોષ