Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ. માટે કોમન એકટ, ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ

ગુજરાત યુનિ. સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ થશે કોમન એક્ટ કોમન એક્ટનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે આ સિવાય ડીનની મુદ્ત્ત ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત FRC નિમવી પડશે Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી...
ahmedabad   ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ  માટે કોમન એકટ  ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ
  1. ગુજરાત યુનિ. સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ થશે કોમન એક્ટ
  2. કોમન એક્ટનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે
  3. આ સિવાય ડીનની મુદ્ત્ત ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી
  4. યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત FRC નિમવી પડશે

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સહિત તમામ સરકારી યુનિ.ઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ લાગૂ થશે. આ કોમન એક્ટનો તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત પણે અમલ કરવાનો રહેશે. કોમન એક્ટનાં ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેનાં સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યાં છે. સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Panseria) જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - High Court : ભાવનગરનાં કલેક્ટરનો HC એ બરોબરનો ઉધડો લીધો, કહ્યું - જવાબદારોને છોડીશું નહીં..!

રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ લાગૂ થશે

શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ, હવેથી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ લાગૂ (Common Ac) થશે. સરકારનાં નોટિફિકેશન મુજબ, આ કોમન એક્ટનો તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત પણે અમલ કરવાનો રહેશે. સરકારે કોમન એક્ટનાં ભાગરૂપે તમામ સુધારા સાથેનાં સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યાં છે. નોટિફિકેશન મુજબ, તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામા આવશે. આ સિવાય ડીનની મુદ્દત જે 5 વર્ષની કરવામાં આવી હતી તે ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ

Advertisement

યુનિ.ઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત FRC નિમવી પડશે

શિક્ષણમંત્રીએ (Praful Panseria) જણાવ્યું કે, આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી (FRC) નિમવી પડશે. ઉપરાંત, સ્ટેચ્યુટ્સનાં આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાનાં રહેશે. જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં 9 મી ઓક્ટોબર-2023 થી ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ-2023' લાગુ થયો હતો. એક્ટનાં ભાગરૂપે સરકાર દ્વારા મોડેલ સ્ટેચ્યુટ્સ (Model Statutes) જાહેર કરવામાં આવ્યાં હતા. જે તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી. યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા-જુદા સૂચનો રજૂ કર્યાં હતા. યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનોના આધારે જરૂરી ફેરફાર સાથે હવે ગેજેટ જાહેર કરાયું છે, જે તમામ યુનિ.ઓએ હવે ફરજિયા પણે અમલ કરવાનું રહેશે. આ ગેજેટનાં આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટેનાં ઓર્ડિનન્સ ઘડવાનાં રહેશે. મુખ્યત્વે જે ફેરફાર કરાયો હશે એ કોમન (Ahmedabad) અભ્યાસક્રમનો  છે.

આ પણ વાંચો - Diamond Burse : 'ગાંધીના ગુજરાત' માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!

Tags :
Advertisement

.