Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગુજરાત યુનિ. માં 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન, CM અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત!

આ ફેસ્ટિવલમાં 14 થી 17 નવેમ્બર સુધી વિવિધ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.
ahmedabad   ગુજરાત યુનિ  માં  ભારત કુલ  ફેસ્ટિવલનું આયોજન  cm અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત
Advertisement
  1. Ahmedabad માં ગુજરાત યુનિ. ખાતે 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન
  2. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમનાં સંયુક્ત ઉપક્રમે આયોજન
  3. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટી ખાતે 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મીડિયા ક્લબ (Gujarat Media Club) અને ગુજરાત ટુરિઝમનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં 14 થી 17 નવેમ્બર સુધી વિવિધ એક્ઝિબિશન યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીએ ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી.

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ખાતે 'ભારત કુલ' ફેસ્ટિવલનું (Bharat Cool) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં 14 થી 17 નવેમ્બર સુધી વિવિધ એક્ઝિબિશન યોજાશે. આજે મીડિયા ફોટોગ્રાફરનાં ફોટો અને કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Banaskantha : Vav માં કોનો પડશે 'વટ' ? રાજસ્થાનનાં ભુવાએ કરી ચોંકાવનારી આગાહી! જુઓ Video

આપણો અમૃતકાળ કર્તવ્યકાળ છે : CM ભૂપેન્દ્ર પટેલ

દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વિકસિત ભારતનાં સંકલ્પમાં સાથે મળી કામ કરીએ તો વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનવામાં કોઈ રોકી શકશે નહીં. તેમણે આગળ કહ્યું કે, આપણો અમૃતકાળ કર્તવ્યકાળ છે. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા અંગે મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, મીડિયાનો ભાવ સમાજ માટે સારું કરવાનો છે. પ્રેસ-મીડિયા જે કરે છે એ બરાબર કરે છે. મીડિયા જે બતાવે એ પ્રમાણે જોઈ લેવાનું. સુધારો કરવાનો હોય ત્યાં સુધારો કરવાનું પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. CM એ કહ્યું કે, આપણે સહુ ટીકાને સમજીએ તો જ સાથે જીવી શકીએ. બધા પોતાનું કર્તવ્ય નિભાવે તો જ વિકસિત ભારતનું નિર્માણ થશે.

આ પણ વાંચો - Gujarat :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

મીડિયા ટીકા કરે તેને સરકાર ગંભીરતાથી લે છે : હર્ષ સંઘવી

બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi,) કહ્યું કે, આપણે રાજ્યની ઐતિહાસિક જગ્યાઓને સાફ રાખવી જરૂરી છે. આપણે પણ આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખીએ. જે પ્રવાસીઓ આવે છે તેમણે પણ ધ્યાન રાખવું જોઈએ. આ એક શરૂઆત છે, જેને આગળ વધારવા પર આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મીડિયા ટીકા કરે તેને સરકાર ગંભીરતાથી લે છે. મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું છે. લોકોને પડતી સમસ્યાનું અમે નિવારણ પણ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મીડિયા પણ અમારો એક સ્તંભ છે.

આ પણ વાંચો - Gujarat : જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

Tags :
Advertisement

.

×