Corona: અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો જાણી દંગ રહેશો
- કોરોનાને કારણે વધુ એક દર્દીનું નિપજયું મોત
- હાલ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ નોંધાયા
- સૌથી વધુ સંક્રમણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 95 નોંધાયા
Corona: અમદાવાદમાં ફરી એકવાર કોરોના (Covid19) નો પગપેસારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત નિપજયું છે. તથા હાલ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સંક્રમણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 95 નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કોરોનાના 86 પોઝિટિવ દર્દીઓ છે.
સ્ટેડિયમ વોર્ડના દર્દીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયુ
સ્ટેડિયમ વોર્ડના દર્દીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયુ છે. તેમજ અસારવા સિવિલમાં 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 5 કોરોના (Covid19) દર્દીઓ દાખલ હતા. અગાઉ LG હોસ્પિટલમાં 2 મહિલા દર્દીઓના મોત થયા હતા. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4302 પર પહોંચી ગઈ છે. આ કેસ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. મંગળવારે લગભગ 300 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 1373 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર 510 કેસ સાથે બીજા સ્થાને છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે દેશમાં 44 લોકોના મોત થયા છે. આમાંથી છેલ્લા 5 દિવસમાં 37 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે
મંગળવારે મહારાષ્ટ્રમાં 4 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, ગઈકાલે દિલ્હી, ગુજરાત (Gujarat) અને તમિલનાડુમાં 1-1 મૃત્યુ થયું હતું. મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. આ પછી, રાજ્ય સરકારે મોડી રાત્રે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. દર્દીઓ સાથે હોસ્પિટલોમાં આવતા સગાને પણ માસ્ક પહેરવા પડશે. કેન્દ્રીય આરોગ્ય અને આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું- આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલય સંપૂર્ણપણે સતર્ક છે. અમે બધા રાજ્યોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે સંબંધિત સચિવો અને મંત્રીઓ સાથે વાત કરી છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી, જાણો ક્યા થશે ભારે વરસાદ