Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પત્નીને પિયર લેવા ગયેલા પતિએ કર્યું ફાયરિંગ, તો પણ પત્ની ન ગઈ

Ahmedabad : અમદાવાદના વિજય ચાર રસ્તા વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલુ વિવાદ અને ઘરકંકાસના કારણે પતિ તેની પત્નીના પિયરે પહોંચીને લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બાબતની તપાસ કરવા માટે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
ahmedabad   પત્નીને પિયર લેવા ગયેલા પતિએ કર્યું ફાયરિંગ  તો પણ પત્ની ન ગઈ
Advertisement
  • Ahmedabad : વિજય ચાર રસ્તા પાસે ઘરકંકાસમાં ફાયરિંગ : પતિએ પત્નીના પિયરે ચલાવી ગોળીઓ
  • અમદાવાદમાં ભર બપોરે ગોળીઓના ભડાકા : લાયસન્સ પિસ્તોલથી પતિએ કર્યું ફાયરિંગ
  • ઘરેલુ ઝઘડામાં ફાયરિંગ : વિજય ચોકડી પાસે પતિની ગોળીબારની ઘટના
  • પિયરે ગયેલી પત્નીને લેવા આવ્યો પતિ, ગુસ્સામાં ચલાવી ગોળીઓ
  • ગુજરાત યુનિવર્સિટી પોલીસે શરૂ કરી તપાસ : લાયસન્સ હથિયારથી ફાયરિંગ  

Ahmedabad : અમદાવાદના વિજય ચાર રસ્તા વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલુ વિવાદ અને ઘરકંકાસના કારણે પતિ તેની પત્નીના પિયરે પહોંચીને લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બાબતની તપાસ કરવા માટે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. જોકે, આ સમાચારને લઈને પતિ કે પત્ની તરફથી પોલીસ સામે પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યા નથી. શું બાબતે પતિએ ફાયરિંગ કર્યું છે, તેને લઈને ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. જોકે, આ બધી બાબતોમાં એક વાત ચોક્કસ છે કે, ઘરકંકાસના કારણે પતિ-પત્નીમાં પાછલા કેટલાક દિવસથી અબોલા હતા. પતિ પોતાની પત્નીને ઘરે લઈ જવા માટે આવ્યો હતો પરંતુ વાત બનવાની જગ્યાએ વધારે બગડી ગઈ હતી.

મળી રહેલી જાણકારી અનુસાર, પત્ની કેટલાક દિવસોથી પિયરમાં રહેતી હતી. પતિ તેને પરત લાવવા કે વાતચીત કરવા આવ્યો હતો, પરંતુ વિવાદ વધી જતાં તેણે ગુસ્સામાં આવીને હવામાં અને જમીન તરફ ગોળીઓ ચલાવી હોવાની વાત સામે આવી છે. આ ફાયરિંગથી પતિના ઘરવાળાઓમાં ડરનો માહોલ ઉભો થયો હતો.

Advertisement

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, લાઈસન્સવાળી ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લાઈસન્સવાળા હથિયારને પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવા બદલ આર્મ્સ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ ઘટનાથી ફરી એકવાર ઘરેલુ હિંસા અને ગુસ્સાના કારણે થતા જોખમી પરિણામોની ચર્ચાને વેગ આપ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી પાસેથી હથિયાર કબજે કરવા માટે પણ ચક્રોગતિમાન કર્યા હોવાની કથિત માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સમાજમાં નાની-મોટી વાતોમાં હિંસાના સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદના બાવળામાં ઉંચા અવાજે સોંગ વગાડવાનો ઠપકો આપવાને લઈને હત્યા કરી નાંખવામાં આવી હતી. તો નરોડામાં પણ એક મહિલાની હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. આમ ભારતીય સમાજ પ્રતિદિવસ હિંસાત્મક થતો જઈ રહ્યો છે. જે ગુજરાતી સમાજ અહિંસા માટે વિશ્વમાં એક આગવી ઓળખ રાખતું હતું, તે હવે હિંસાને લઈને પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો- Chhota Udepur: લીલ કોઈનો જીવ લેશે!, પલસાણી-ખાભાયતા કોઝ-વે પર અકસ્માતોનો સિલસિલો

Tags :
Advertisement

.

×