ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો...

જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને તમે સતત બહારનું ખાવાનું સેવન કરો છો સાવધાન થઇ જજો. અમદાવાદના એક રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ગ્રાહકે મંગાવેલા મસાલા પાપડમાંથી જીવતો વંદો મળી આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં અ...
03:28 PM Nov 13, 2023 IST | Dhruv Parmar
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને તમે સતત બહારનું ખાવાનું સેવન કરો છો સાવધાન થઇ જજો. અમદાવાદના એક રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ગ્રાહકે મંગાવેલા મસાલા પાપડમાંથી જીવતો વંદો મળી આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં અ...

જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને તમે સતત બહારનું ખાવાનું સેવન કરો છો સાવધાન થઇ જજો. અમદાવાદના એક રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ગ્રાહકે મંગાવેલા મસાલા પાપડમાંથી જીવતો વંદો મળી આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં અ આવેલી કબીર રેસ્ટોરન્ટમાંથી જ્યારે ગ્રાહકે ખાવા આવ્યું ત્યારે તેમણે મસાલા પાપડનો ઓર્ડર કર્યો હતો જેમાંથી જીવતો વંદો મળી આવ્યો હતો. પાપડમાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી અને મેનેજરને બોલાવ્યા, પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ મૌન સેવ્યું છે, તેઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ ખાવામાંથી જીવાત અને જીવડા નીકળવા એટલા સામાન્ય થઇ ગયા છે કે જાણે તે ખાવાનો જ એક ભાગ હોય. ખાવામાંથી જીવડા નીકળવા એ ટ્રેન્ડ બની ગયો છે અને આ બનાવ રેસ્ટોરન્ટ હોય કે પછી કેફે કે પછી કોઈ સ્ટોલ બધે જ જોવા મળતો હોય છે. હમણાં થોડાક જ દિવસ પહેલા સુરતમાંથી Lapino’s Pizza ના પિઝામાંથી વંદો નીકળ્યો હતો. ત્યારે દંપતીએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad : રામોલમાં ફટાકડા ફોડવાના મુદ્દે પિતા-પુત્રની હત્યા

Tags :
AhmedabadcockroachGujaratFirstkabirrestaurantUnhygeinicFoodviral video
Next Article