Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : BJP MLA ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો! Video બનાવી માગી માફી

સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા ભાષણથી ચકચાર ભાજપનાં ધારાસભ્યની હાજરીમાં કથિત કાર્યકર્તાનું ઉશ્કેરણીજનક ભાષણ વિરોધ થતાં વીડિયો બનાવી હવે માગી સમાજની માફી અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi)...
ahmedabad   bjp mla ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો  video બનાવી માગી માફી
Advertisement
  1. સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા ભાષણથી ચકચાર
  2. ભાજપનાં ધારાસભ્યની હાજરીમાં કથિત કાર્યકર્તાનું ઉશ્કેરણીજનક ભાષણ
  3. વિરોધ થતાં વીડિયો બનાવી હવે માગી સમાજની માફી

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi) હાજરીમાં નિરૂભાઇ ખસિયા નામનાં કથિત કાર્યકર્તાએ બેફામ વાણીવિલાસ કરી સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. BJP ધારાસભ્યની હાજરીમાં જાહેરમાં કોઈ આવું નિવેદન કેવી રીતે આપી શકે ? તેવા સવાલ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, વિરોધ થતાં હવે કથિત કાર્યકર્તા નિરૂભાઇ ખસિયાએ માફી માગી છે. વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

Tags :
Advertisement

.

×