Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદનું જુહાપુરા-સરખેજ ડ્ર્ગ્સ કારોબાર માટે કુખ્યાત, Nirlipt Rai ની ટીમે બે દિવસમાં 2 કેસ કર્યા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) ના સીધા તાબામાં આવતી Team SMC ને ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ અભિનંદન પાઠવ્યા છે.
અમદાવાદનું જુહાપુરા સરખેજ ડ્ર્ગ્સ કારોબાર માટે કુખ્યાત  nirlipt rai ની ટીમે બે દિવસમાં 2 કેસ કર્યા
Advertisement

Nirlipt Rai : અમદાવાદમાં ડ્રગ્સના વેપાર માટે કુખ્યાત ગણાતા જુહાપુરામાં SMC એ બે દિવસમાં નાર્કોટિક્સના બે કેસ કરતા સ્થાનિક પોલીસ ચર્ચામાં આવી ગઈ છે. જુહાપુરા-સરખેજ વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ઠેર-ઠેર ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે અને તેનો લાભ નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની ટીમ કેસ કરીને ઉઠાવી રહી છે. Nirlipt Rai ની ટીમે છેલ્લાં 5 દિવસમાં NDPS ના 6 કેસ અમદાવાદ શહેર, મહેસાણા અને સુરતમાં કર્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) ના સીધા તાબામાં આવતી Team SMC ને ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ અભિનંદન પાઠવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ SMC સપાટો બોલાવી ચૂકી છે

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન શરૂ થયાના સપ્તાહોમાં જ Nirlipt Rai એ તેમની ટીમને ડ્રગ્સની બદી ડામવા તેમજ નિયંત્રણમાં લાવવા માટે આદેશ આપ્યા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં Team SMC ના પીઆઈ સી. એચ. પનારા (PI C H Panara) તથા તેમની ટીમે કારમાં આવી રહેલી નાઈજીરિયન મહિલાને નવસારી જિલ્લામાંથી પકડી દોઢ કરોડની કિંમતના 149.510 ગ્રામ કોકેઈનનો કેસ (Cocaine Case) કર્યો હતો. ત્યારબાદ માર્ચ મહિનામાં પીઆઈ પનારાની ટીમે વધુ બે નાઈજીરિયન યુવકોને વાપી ખાતેથી 1.26 કરોડના 252.14 ગ્રામ એમફેટામાઈન અને મેથાફેટામાઈન સાથે પકડ્યા હતા. આ ઉપરાંત નવસારી જિલ્લામાંથી બે સ્થાનિક શખ્સોને ગાંજો મિશ્રિત કરેલી 20 લાખની કિંમતની 20 નંગ ઈ-સિગરેટ (જોમ્બી ઈ-સિગરેટ) સાથે પકડ્યા હતા. Zombie E Cigarette પકડાઈ હોવાનો ગુજરાત રાજ્યમાં પ્રથમ કેસ SMC ના ચોપડે નોંધાયો છે.

Advertisement

25 આરોપીઓની ધરપકડ, 26 ફરાર : DySP કામરિયા

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન (State Monitoring Cell Police Station) ના ચોપડે 4 મહિનામાં નાર્કોટિક્સના એક ડઝન જેટલાં કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા 3.51 કરોડના ડ્ર્ગ્સ સહિત કુલ 4.14 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Gujarat First સાથેની વાતચીતમાં SMCના ડીવાયએસપી કે. ટી. કામરિયા (K T Kamariya DySP) એ જણાવ્યું કે, ડ્રગ્સ કેસોમાં અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 26 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Advertisement

5 દિવસમાં NDPS ના 6 કેસ નોંધ્યા

છેલ્લાં 5 દિવસમાં SMC ના અધિકારીઓની અલગ અલગ ટીમોએ મહેસાણા, અમદાવાદ શહેર અને સુરતમાં NDPS ના 6 કેસ કર્યા છે. ગત 14 મેના રોજ મહેસાણાના પાલાવાસણા-હિંમતનગર રોડ પરથી ત્રણ શખ્સોને ઝડપી 98.33 ગ્રામ (કિંમત 9.83 લાખ) MD Drugs જપ્ત કર્યું છે. 15 મેના રોજ અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસેથી ત્રણ આરોપીઓને પકડી 75.080 ગ્રામ (કિંમત 7.50 લાખ) એમડી કબજે કર્યું છે. 16 મેના રોજ વડનગર તાલુકાના બદરપુર ગામેથી રિક્ષામાં લઈ જવાતા 17.383 કિલો ગાંજા સાથે એક આરોપીને પકડવામાં આવ્યો છે. આજે 18 તારીખે અમદાવાદના જુહાપુરા-સરખેજ રોડ પર બુસરા હૉસ્પિટલ સામેથી MD Drugs વેચનાર અને ખરીદવા આવેલા એમ બે શખ્સોને ઝડપી લઈ 97.97 ગ્રામ (કિંમત 9.79 લાખ) ડ્રગ્સ તેમજ બે કાર જપ્ત કરી છે. જ્યારે સુરતના પલસાણા તાલુકાના જોલવા ગામેથી 14.41 કિલો ગાંજા સાથે ત્રણ પરપ્રાંતીયોને ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ માનવતા હજુ જીવે છે, કૉન્સ્ટેબલ અને બે યુવકો મધરાતે ભૂલા પડેલા વયોવૃદ્ધનું ઘર શોધતા હતા

ડ્ર્ગ્સ કારોબાર માટે જુહાપુરા-સરખેજ વિસ્તાર કુખ્યાત

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આસાનીથી માગો તે ડ્રગ્સ મળી રહે છે, પરંતુ જુહાપુરા-સરખેજ ડ્રગ્સના કાળા કારોબાર માટે કુખ્યાત છે. વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિસ્તારમાં ચાલતા ડ્રગ્સ કારોબારથી સારી રીતે વાકેફ છે. કેટલાંક પોલીસ કર્મચારીઓ પણ ડ્રગ્સની ચુંગાલમાં આવી ગયાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પરના કાફે તેમજ કેટલાંક પોશ વિસ્તાર અને જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ જુહાપુરા-સરખેજ સ્થિત શખ્સો ડ્રગ્સનો કારોબાર ચલાવી રહ્યાં છે. વેજલપુર-જુહાપુરામાં ડ્રગ્સના કારોબારને લઈ હત્યા તેમજ ખૂની હુમલા થઈ ચૂક્યાં છે, પરંતુ Vejalpur Police એ આ મામલાઓમાં રૂપિયાની લેવડ-દેવડના મામલામાં ખપાવી દીધી હોવાની વાતો સામે આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, માર્ચ મહિનાના અંતમાં IIM Ahmedabad નજીકથી એસએમસીના પીએસઆઈ કે. ડી. રવિયા (PSI K D Raviya) એ 55 ગ્રામ એમડી સાથે પકડેલા બે આરોપીઓ પૈકી એક રિક્ષા ડ્રાઈવર શાહનવાઝ પઠાણ ઉર્ફે અંડા ઉર્ફે ઈમામખાન જુહાપુરાનો રહેવાસી છે.

આ પણ વાંચોઃ 7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો

Tags :
Advertisement

.

×