ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા સમાચાર

AHMEDABAD : ત્રણના જામીન મંજુર કરાયા, આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે.
02:50 PM May 08, 2025 IST | PARTH PANDYA
AHMEDABAD : ત્રણના જામીન મંજુર કરાયા, આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે.

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) ની ખ્યાતિ હોસ્પિટલકાંડ (KHYATI HOSPITAL - AHMEDABAD) ને લઇને સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી (GUJARAT HIGH COURT) રાહત નહીં. ડો. પ્રશાંત વજીરાનીને રાહતના આપવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર. બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

ડો. પ્રશાંત વજીરાનીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ સામે આવ્યું હતું. જેમાં પૈસા માટે દર્દીઓને બીનજરૂરી ચીરી નાંખવામાં આવતા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને એક પછી એક આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ મામલે આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખોટા ઓપરેશન કરનાર ડો. પ્રશાંત વજીરાનીને કોર્ટમાં કોઇ રાહત મળી નથી. ડો. પ્રશાંત વજીરાનીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા

બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોલીયા અને રાહુલ જૈનને કોર્ટ તરફથી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો ---- VADODARA : પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

Tags :
AhmedabadApplicationBailbycontroversialcourtdoctorGujaratGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshighHospitalkhyatireject
Next Article