Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : High Court માં ગૂંજ્યો Khyati hospital 'કાંડ'! કોર્ટ મિત્રની રજૂઆત, HC ની ટકોર

જવાબદાર વ્યક્તિઓ સામે જ પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે.
ahmedabad   high court માં ગૂંજ્યો khyati hospital  કાંડ   કોર્ટ મિત્રની રજૂઆત  hc ની ટકોર
Advertisement
  1. ગુજરાત High Court માં Khyati hospital 'કાંડ' ની ગૂંજ
  2. સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું
  3. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસના વડપણ હેઠળ તપાસ થાય : કોર્ટ મિત્ર
  4. જે પ્રમાણે કાયદાનો ભંગ થયો હશે તે પ્રમાણે પગલાં લેવાશેઃ HC

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' ની ગૂંજ આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ ગૂંજી હતી. વિરમગામ અંધાપાકાંડ અંગે કોર્ટે (Gujarat High Court) લીધેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે ખ્યાતિ 'કાંડ' તરફ ધ્યાન દોર્યું હતું. કોર્ટ મિત્રે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનું (Khyati hospital) રજિસ્ટ્રેશન પણ નહોતુ. જવાબદાર વ્યક્તિઓ સામે જ પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે. બીજી તરફ હાઈકોર્ટે ટકોર કરી હતી અને નિયમભંગ પ્રમાણેની કાર્યવાહી થશે જ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો- Morbi સબ જેલમાં દુષ્કર્મના આરોપીની દારૂની મહેફિલ! હાથ ધરાયું સઘન ચેકિંગ

Advertisement

ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન પણ નહોતું : કોર્ટ મિત્ર

ગુજરાત હાઈકોર્ટમાં (High Court) વિરમગામ અંધાપાકાંડ અંગે થયેલ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' અંગે (Khyati hospital) ધ્યાન દોર્યું હતું. કોર્ટ મિત્રે કહ્યું કે, ખ્યાતિ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ કરાયું નહોતું. કોર્ટ મિત્રે આગળ કહ્યું કે, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે પરંતુ, હોસ્પિટલ સામે કાર્યવાહી પણ જરૂરી છે. કોર્ટમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવી બેદરકારી માટે યોગ્ય જોગવાઈ કરવા માટેની રજૂઆત કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો- Bavla: ત્રણ માસની બાળકીને મંદિરના ઓટલે મૂકી માતાએ પોતાની જીવનલીલા સંકેલી

જે પ્રમાણે કાયદાનો ભંગ થયો હશે તે પ્રમાણે પગલાં લેવાશે : HC

કોર્ટ મિત્રે આગળ કહ્યું કે, ન્યાય ન મળે ત્યાં સુધી અમારી તપાસ ચાલુ જ રહેશે. JPC થકી તપાસ થાય તે અમારી માગ રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટનાં (Supreme Court) જસ્ટિસના વડપણ હેઠળ તપાસ થાય તેવી પણ માગ છે. બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે, આ બનાવ બાદ પ્રશાસન અને પોલીસ તરફથી કામગીરી થઈ રહી છે. કોર્ટે કહ્યું કે, કેવો કાયદો બનાવવો અને કાયદામાં કેવો સુધાર લાવવો એ સરકારનું કામ છે. એડવોકેટ જનરલે (Advocate General) કોર્ટને ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે. જે પ્રમાણે નિયમ કે કાયદાનો ભંગ થયો હશે તે પ્રમાણેના પગલાં લેવાશે. કોર્ટે ટકોર કરતા કહ્યું કે, નિયમભંગ પ્રમાણેની કાર્યવાહી થશે.

આ પણ વાંચો- Panchmahal: પતિએ સાસારયામાં જઈને ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દીધું!

Tags :
Advertisement

.

×