AHMEDABAD : દેશના પ્રતિષ્ઠિત સર્જન ડો. વિશાલ સોનીની બેવડી સિદ્ધી પર HSI ની મહોર
- દેશભરમાં જાણીતા ડો. વિશાલ સોનીની સિદ્ધીમાં બે મોરપીંછનો ઉમેરો
- ઝાયડસ હોસ્પિટલને હર્નિયા સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ નિયુક્ત કરાઇ
- દેશમાં જ નહીં પરંતુ એશિયા પેસિફિકમાં એકમાત્ર હોસ્પિટલને આ પ્રકારે માન્યતા મળી
AHMEDABAD : અમદાવાદની જાણીતી ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospitals) ના નિષ્ણાંત અને ભારતના બેસ્ટ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. વિશાલ સોની (Dr. Vishal Soni - Surgical Gastroenterologist) ને મોટી સફળતા મળી છે. તાજેતરમાં ઝાયડસ હોસ્પિટલને હર્નિયા અને એબ્ડોમિનલ વોલ રીકન્સ્ટ્રક્શન સર્જરી (Hernia & Abdominal Wall Reconstruction Surgery) માટે હર્નિયા સોસાયટી ઓફ ઇન્ડિયા (Hernia Society of India (HSI) દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ (Center of Excellence (CoE) તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. ડો. વિશાલ સોનીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે. ડો. વિશાલ સોની (સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી) ને શ્રેષ્ઠ સર્જન તરીકેની દેશભરમાં નામના પ્રાપ્ત છે. હવે તેમની સિદ્ધીમાં વધુ બે મોરપીંછ ઉમેરાયા છે.
સર્જરી પ્રોગ્રામની ગુણવત્તા અને વ્યાપકતાને પ્રતિષ્ઠિત માન્યતા મળી
ડો. વિશાલ સોનીના નેતૃત્વમાં ઝાયડસ હોસ્પિટલને મોટી સિદ્ધી પ્રાપ્ત થઇ છે. તાજેતરકમાં હાર્નિયા સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઝાયડસ હોસ્પિટલને હર્નિયા અને એબ્ડોમિનલ વોલ રીકન્સ્ટ્રક્શન સર્જરી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલના હર્નિયા સર્જરી પ્રોગ્રામની ગુણવત્તા અને વ્યાપકતાને પ્રતિષ્ઠિત માન્યતા મળી છે. હોસ્પિટલના સર્જરી હર્નિયા પ્રોગ્રામમાં રોબોટીક હર્નિયા સર્જરી, કોમ્પ્લેક્સ એબ્ડોમિનલ વોલ રીકન્ટ્રક્શન અને એડવાન્સ હર્નિયા ટ્રીટમેન્ટ સોલ્યુશનનો સમાવેશ થાય છે. જેમાં ક્લિનિકલ પરિણામો, નિયત પ્રોટોકોલ અને સર્જિકલ ઇનોવેશન પર ભાર મુકવામાં આવે છે.
ભારતની અને સંભવત: એશિયા પેસિફિકની પ્રથમ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ
ઝાયડસ હોસ્પિટલ આ પ્રકારે હર્નિયા સર્જરી અને રોબોટીક સર્જરીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ધરાવતી ભારતની અને સંભવત: એશિયા પેસિફિક (APAC) ની પ્રથમ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ છે. નિષ્ણાંત તબિબ ડો. વિશાલ સોનીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે.
ડો. વિશાલ સોનીનો પરિચય
ડો. વિશાલ સોની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સિનિયર રોબોટિક અને એડવાન્સ લેપ્રોસ્કોપિક ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ સર્જન અને હર્નિયા એક્સપર્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને રોબોટિક સર્જરીમાં સ્પેશિયલાઇઝેશન પ્રાપ્ત છે, અને તેઓ દેશના રોબોટિક સર્જરીના માસ્ટર તરીકે પણ ઓળખાય છે.
શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ
ડો. સોનીએ એમબીબીએસની ડિગ્રી શેઠ જી.એસ. મેડિકલ કોલેજ અને કેઇમ હોસ્પિટલ, મુંબઈથી મેળવી હતી. તેમણે લોકમન્ય તિલક મેડિકલ કોલેજ અને સાયન હોસ્પિટલ, મુંબઈમાંથી જનરલ સર્જરીમાં એમ.એસ.ની ડિગ્રી મેળવી હતી. તે બાદ તેમણે સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હી ખાતે ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટમાં ફેલોશિપ પૂર્ણ કરી હતી. તેઓએ મિનિમલ એક્સેસ સર્જરીમાં ફેલોશિપ અને ડિપ્લોમા, એડવાન્સ લેપારોસ્કોપિક સર્જરીમાં ફેલોશિપ અને ફેલોશિપ ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ એન્ડો-સર્જન્સ (FIAGES)માં ફેલોશિપ પ્રાપ્ત કરી છે.
રોબોટિક સર્જરીમાં વિશેષતા
ડો. સોનીએ ઇન્ટ્યુટિવ સર્જિકલ્સ (યુ.એસ.) દ્વારા દા વિન્સી XI રોબોટિક સિસ્ટમ પર તાલીમ લીધી છે. તેઓ ભારતમાં રોબોટિક સર્જરીના માસ્ટર પ્રોક્ટર તરીકે સેવા આપે છે. તેઓએ ગુજરાતમાં પ્રથમ રોબોટિક મેડિયન આર્ક્યુએટ લિગામેન્ટ રિલીઝ, રોબોટિક બેરિયાટ્રિક સર્જરી, રોબોટિક TARM/TARUP સર્જરી અને રોબોટિક ETEP-RS સર્જરી જેવી નવીનત્તમ સર્જરીઓ સફળતાપૂર્વક કરી છે.
પારિવારિક પૃષ્ઠભૂમિ
ડો. સોની એક પ્રથમ પેઢીના સર્જન છે. તેઓના પિતા શ્રી ચંપકલાલ એલ. સોની અને માતા શ્રીમતી નર્મદા સોનીનો પરિવાર બાનાસકાંઠા, ગુજરાતના દિયોદર-ભાભર વિસ્તારમાં વસે છે. તેઓના પરિવારના સભ્યોના સહકારથી તેઓએ સર્જરી ક્ષેત્રમાં ઉત્તમ સેવા પ્રદાન કરવાનો સંકલ્પ કર્યો છે. તેઓ "ઇક્ષણા ટ્રસ્ટ" દ્વારા સમાજમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે.
પુરસ્કાર અને માન્યતાઓ
ડૉ. સોનીને "ટાઈમ્સ ગ્રુપ" દ્વારા "Emerging Icons of Gujarat" અને BW હેલ્થવર્લ્ડ દ્વારા "40 Under 40" જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : શિક્ષણ સાથે પર્યાવરણ બચાવવાના પાઠ ભણાવતા શિક્ષીકાની અનોખી સિદ્ધી