Video : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી આગ, જીવ બચાવવા બે લોકોએ માર્યો કૂદકો
- અમદાવાદ શહેરમાં વહેલી સવારે બન્યો હતો આગનો બનાવ
- કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી હતી આગ
- ફસાયેલા કર્મચારીઓનું ફાયરની ટીમે રેસ્કયુ કર્યું હતું
- એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં વહેલી સવારનાસુમારે રહેણાંક વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. કુબેર નગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાય વિભાગને કરતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ગોડાઉનમાં 10 થી વધુ કર્મચારીઓ ફસાયા હોવાની માહિતી ફાયર વિભાગે આપી હતી. આગ લાગતા ગોડાઉનમાં કામ કરી રહેલ લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલા માળેથી છલાંગ લગાવી હતી.
અમદાવાદ શહેરમાં વહેલી સવારે બન્યો હતો આગનો બનાવ
કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી હતી આગ
ઘટનાને લઈ ફાયર વિભાગની 3 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી
ફસાયેલા કર્મચારીઓનું ફાયરની ટીમે રેસ્કયુ કર્યું હતું
એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો#AhmedabadFire… pic.twitter.com/weRm4LBX0P— Gujarat First (@GujaratFirst) June 7, 2025
ત્રણ લોકોનું ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યુ કરી ઉતાર્યા
મળતી મુજબ અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં બિસ્કીટક ગલીમાં બે માળના મકાનના નીચેના ભાગમાં આગ લાગતા મકાનમાં રહેલ લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. મકાનમાં પ્રથમ માળે પાંચ લોકો ફસાયા હતા. જેમાંથી બે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે કૂદકો માર્યો હતો. જેમાં એક વ્યક્તિને ઈજાઓ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અન્ય ત્રણ લોકોને સાવચેતી પૂર્વક ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બાલ્કનીમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Video: અમદાવાદમાં ગુલાબજામુન બાદ હવે ઠંડા પીણામાં જોવા મળી જીવાત, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ
આગ લાગતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા
આગ લાગેલ મકાનમાં હેવમોર આઈસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગત મળી રહી છે. આ મકાનમાં આઈસ્ક્રીમની બેટરીવાળી સાયકલો ચાર્જમાં મૂકવામાં આવેલ હતી. રાત્રીના સમયે બેટરીઓ ચાર્જમાં મુકવામાં આવેલ હતી. ઓવર લોડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ ત્રણ સાયકલો આગમાં બળી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા મકાનની બહાર આવતા આજુબાજુનાં રહીશોમાં પણ ભય વ્યાપી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ Video viral : વિકાસ ચાલુ વરસાદમાં ! રાજકોટમાં ચાલુ વરસાદે બનાવવામાં આવ્યો ડામરનો રોડ