Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ, લોકોને આપ્યું આ વચન!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શેલાનાં સ્થાનિકોને વચન પણ આપ્યું હતું.
ahmedabad   કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ  લોકોને આપ્યું આ વચન
Advertisement
  1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહનો વિકાસ પ્રવાસ (Ahmedabad)
  2. અમિત શાહના હસ્તે શેલામાં સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ
  3. શેલાનાં સ્થાનિકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું વચન

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનાં (Amit Shah) હસ્તે શેલા વિસ્તારમાં સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી આ સરોવર અને ઉદ્યાનનું નામકરણ કરાયું હતું. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રીએ શેલાનાં સ્થાનિકોને વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, એક વર્ષમાં સ્થાનિકોની સમસ્યા દૂર થશે. 1500 કરોડનાં ખર્ચે નવી ગટર લાઈન તૈયાર થશે, જેથી ગટર અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે, સ્નેહમિલન સમારોહમાં કરી આ ટકોર!

Advertisement

Advertisement

એક વર્ષમાં સ્થાનિકોની સમસ્યા દૂર થશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિકાત મંત્રી અમિત શાહનો (Amit Shah) આજે ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આજે તેઓ અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા અને અમદાવાદીઓને (Ahmedabad) કરોડોનાં વિકાસકામોની ભેટ આપી હતી. સાંજે અમિત શાહના હસ્તે શેલા (Shela) ખાતે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ થયું હતું. રૂપિયા 21 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ સરોવર અને ઉદ્યાનનું પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના (Padma Bhushan Rajnikanth Shroff) નામથી નામકરણ કરાયું હતું. દરમિયાન, અમિત શાહે શેલાનાં રહીશોને વચન પણ આપ્યું હતું.

આ પણ વાંચો - Junagadh : મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી માટે વિવાદ! આક્ષેપો બાદ મહેશગીરી બાપુની આવી પ્રતિક્રિયા

સાબર ડેરીનાં અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આવનારા એક વર્ષમાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવશે. રૂ. 1500 કરોડનાં ખર્ચે નવી ગટર લાઈન તૈયાર કરાશે, જેથી વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે. જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિકાત મંત્રી અમિત શાહના હસ્તે સાબરકાંઠામાં સાબર ડેરીનાં (Sabar Dairy) અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હતું. રૂ. 210 કરોડનાં ખર્ચે 800 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળો પ્લાન્ટ બનાવાયો છે. આ પ્લાન્ટથી અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠાનાં પશુપાલકોને ઘણો ફાયદો થશે. આ સાથે અમૂલ (Amul) અને મારૂતી સુઝૂકીનાં સંયુક્ત ઉપક્રમે એક કાર રેલીનું આયોજન કરાયું હતું. હિંમતનગરથી દિલ્હી (Delhi) સુધીની આ કાર રેલીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

આ પણ વાંચો - Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ

Tags :
Advertisement

.

×