ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : '5 મિનિટમાં પ્લેન ઉડશે, ફોન મુકું છું', આખરી સંવાદ અંતિમ યાદ બન્યો

VADODARA : 15 દિવસ પૂર્વે નેન્સીબેન અઢી વર્ષની પુત્રી આન્સીને લઇને વડોદરા આવ્યા હતા. આન્સીને 6 મહિના માટે વડોદરા રાખવાની હતી
07:06 AM Jun 13, 2025 IST | PARTH PANDYA
VADODARA : 15 દિવસ પૂર્વે નેન્સીબેન અઢી વર્ષની પુત્રી આન્સીને લઇને વડોદરા આવ્યા હતા. આન્સીને 6 મહિના માટે વડોદરા રાખવાની હતી

VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં 270 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. જેમાં વડોદરા (VADODARA) ના 30 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તે પૈકી એક નેન્સી પટેલ વારસિયાની સોસાયટીમાં રહેતા હતા. તેઓ ગતરોજ અમદાવાદથી લંડનની એર ઇન્ડિયાની ફ્લાઇટ (AHMEDABAD - LANDON AIR INDIA FLIGHT) માં બેઠા હતા. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા તેમણે તેમની માતા સાથે અંતિમ વાત કરી હતી. જેમાં તેમણે છેલ્લે ઉતાવળમાં કહ્યું કે, પાંચ મિનિટમાં જ પ્લેન ઉડશે, હું ફોન મુકું છું. માતા માટે આ આખરી સંવાદ અંતિમ યાદ બની ગયો હતો.

યાન્સીનો બાબરી પ્રસંગ પતાવી દેવામાં આવ્યો

નેન્સી પટેલના લગ્ન વર્ષ 2018 માં સરભાન ખાતે રહેતા ચિત્રેશભાઇ સાથે થયા હતા. પહેલા નેન્સીબેન લંડનમાં રહેતા હતા. જ્યાં તેમના જીવનમાં પુત્રીનો જન્મ થયો હતો. તેમને સાસરીયાઓ વડોદરાની વારસિયા રોડ પર આવેલી પરાગરજ હોસ્પિટલમાં રહેે છે. 15 દિવસ પૂર્વે નેન્સીબેન અઢી વર્ષની પુત્રી આન્સીને લઇને વડોદરા આવ્યા હતા. આન્સીને 6 મહિના માટે વડોદરા રાખવાની હતી. તેમની વડોદરા મુલાકાત દરમિયાન આન્સીનો બાબરી પ્રસંગ પતાવી દેવામાં આવ્યો હતો.

આવતી કાલે લંડન પહોંચીને તેમને ફોન કરીશ

ગતરોજ મળસ્કે નેન્સીબેન અમદાવાદ જવા રવાના થયા હતા. તેમના માતા-પિતા અને બહેન તેમને મુકવા માટે ગયા હતા. ફ્લાઇટમાં બેઠા બાદ તેમણે પોતાની માતા સરયુબેનને ફોન કર્યો હતો. અને કહ્યું કે, હું પ્લેનમાં બેસી ગઇ છું, આવતી કાલે લંડન પહોંચીને તેમને ફોન કરીશ. પ્લેન ઉડવામાં પાંચ મિનિટની વાર છે. હવે હું ફોન મુકું છું. આ સંવાદ બાદ પરિજનો અમદાવાદથી પરતચ ફર્યા હતા. જો કે, પ્લેન ક્રેશની જાણકારી થતા જ તેઓ પરત અમદાવાદ પહોંચ્યા હતા. અને મૃતદેહ મેળવવા માટેની કાર્યવાહીમાં જોડાયા હતા.

આ પણ વાંચો --- Ahmedabad Plane Crash : બી જે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ, કરુણ દ્ર્શ્યો કેન્ટીનની અંદર અને બહાર, જુઓ ફોટા

Tags :
AhmedabadAIRcrashflightGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsIndialastlyLifeLondonlostmothernansiPateltalkedVadodarawith
Next Article