Ahmedabad : GST કૌભાંડનાં આરોપી Mahesh Langa ને સેશન્સ કોર્ટથી મોટો ઝટકો!
- GST કૌભાંડનાં આરોપી Mahesh Langa ને સેશન્સ કોર્ટનો ઝટકો!
- સેશન્સ કોર્ટે આરોપી મહેશ લાંગાની જામીન અરજી ફગાવી
- આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમો હેઠળ ગુનો
GST કૌભાંડનાં આરોપી પત્રકાર મહેશ લાંગાને (Mahesh Langa) લઈ મોટા સમાચાર આવ્યા છે. સેશન્સ કોર્ટે આરોપી મહેશ લાંગાની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી, આરોપી સામેનો ગુનો અને તેની ગંભીરતા જોઈને જામીન અરજી ફગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - GST કૌભાંડનાં આરોપી Mahesh Langa વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, જાણો શું છે આખો મામલો અને આરોપ ?
સેશન્સ કોર્ટે આરોપી મહેશ લાંગાની જામીન અરજી ફગાવી
પત્રકારના સ્વાંગમાં ફરતા મહેશ લાંગાનાં મસમોટા GST કૌભાંડ (GST Scam) સહિતનાં અનેક કારનામાઓનો પર્દાફાશ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહેશ લાંગાએ (Mahesh Langa) સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, કોર્ટે આરોપી પત્રકાર મહેશ લાંગાની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે (Sessions Court) નોંધ્યું કે આરોપી પત્રકાર સામે ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ગુનો અને તેની ગંભીરતા જોઈને કોર્ટે જામીન ફગાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, GST ક્રેડિટનાં નામે 28 લાખની છેતરપિંડી મામલે આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો - પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસનો ધમધમાટ! Gandhinagar પોલીસની 6 ટીમ ઓફિસમાં ત્રાટકી
'દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે, જામીન ના આપી શકાય'
સેશન્સ કોર્ટે સુનાવણીમાં તમામ દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે, જેથી જામીન ના આપી શકાય. જણાવી દઈએ કે, આરોપી મહેશા લાંગા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch) કલમ 420, 467, 468 ,471 ,474 અને 120 (બી) હેઠળ ગુનો નોંધાયો છે. અગાઉ બોગસ કંપનીઓ (Shell Companies) થકી કરવામાં આવેલા આર્થિક કૌભાંડમાં મહેશ લાંગા સહિત કેટલાક શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 10 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે.
આ પણ વાંચો - Ahmedabad : કાગડાપીઠ હત્યા કેસમાં PI વિરુદ્ધ મોટી કાર્યવાહી! ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ