ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : ગજરાજને બેરહેમીપૂર્વક માર મારવાનો વીડિયો વાયરલ

AHMEDABAD : પોલીસ અને મહાવતે સતર્કતા દાખવતા હાથીને રસ્તો કરી આપવામાં આવ્યો હતો. જેથી તે સમયસર બહાર નીકળી ગયો હતો.
10:13 PM Jun 28, 2025 IST | PARTH PANDYA
AHMEDABAD : પોલીસ અને મહાવતે સતર્કતા દાખવતા હાથીને રસ્તો કરી આપવામાં આવ્યો હતો. જેથી તે સમયસર બહાર નીકળી ગયો હતો.

AHMEDABAD : તાજેતરમાં અમદાવાદ (AHMEDABAD) માં રથયાત્રા (RATHYATRA - 2025) દરમિયાન ગજરાજ બેકાબુ (ELEPHANT UNCONTROLLED) બનતા દોડધામ મચી જવા પામી છે. ત્યાર બાદ આ ગજરાજની મદદે વનતારા (VANTARA) આવ્યું છે. અને તેને રેસ્ક્યૂ કરીને સલામત સ્થાને લઇ જવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ (VIRAL VIDEO) થઇ રહ્યો છે. જેમાં એક મહાવત જેવો દેખાતો શખ્સ હાથી પર લાકડાનો ફટકો લઇને તુટી પડે છે. વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, તે શખ્સ એક પછી એક 16 જેટલા ફટકા ઝીંકતો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ આ મામલે સઘન તપાસ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ગજરાત રથયાત્રાનો જ હોવાનું લોકોનું માનવું છે.

તમામે રાહતનો શ્વાસ લીધો

અમદાવાદમાં આયોજિત રથયાત્રામાં ગજરાજની સવારી અનોખુ આકર્ષણ જમાવતી હોય છે. ત્યારે આ વખતે ગજરાજ બેકાબુ બનતા રથયાત્રામાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, પોલીસ અને મહાવતે સતર્કતા દાખવતા હાથીને રસ્તો કરી આપવામાં આવ્યો હતો. જેથી તે સમયસર બહાર નીકળી જતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ બાદ ગજરાજને વનતારા તરફથી સપોર્ટ આપવા માટે લઇ જવામાં આવ્યો હતો. આ વચ્ચે સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહાવત જેવો દેખાતો શખ્સ ગજરાતને બેહરેમી પૂર્વક લાકડાના ફટકા ઝીંકી રહ્યો છે.

કસુરવારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની લોકમાંગ

વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, શખ્સ આડેધડ ફટકા મારી રહ્યો છે. વીડિયોમાં એક પછી એક 16 ફટકા મારતો તે નજરે પડ્યો હતો. ગજરાજને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તે રથયાત્રામાં હોવાનું લોકો માની રહ્યા છે. બેકાબુ બન્યા બાદ ગજરાતને મંદિરે લવાયા બાદ માર મારવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલે તપાસ કરીને કસુરવારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો --- MNREGA Scam માં ધડાધડ કાર્યવાહી, 21 કર્મીઓને છુટ્ટા કરાયા

Tags :
AhmedabadAngrybadlycircleElephantGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshitmanmediaPeopleSocialVideoViral
Next Article