Ahmedabad : હત્યાની વધુ એક ચકચારી ઘટના! નજીવી બાબતે આધેડની હત્યા, બે ઇજાગ્રસ્ત થયા
- Ahmedabad જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના
- સાણંદનાં મોડાસરમાં સામાન્ય બાબતે આધેડની હત્યા
- રિક્ષા મૂકવા મામલે માથાકૂટમાં એકનું મોત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદ શહેર (Ahmedabad) અને જિલ્લામાં એક પછી એક હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હત્યાની વધુ એક ચકચારી ઘટના સાણંદનાં મોડાસરમાં બની છે, જ્યાં રિક્ષા મૂકવા જેવી સામાન્ય બાબતે છરીનાં ઘા ઝીંકી આધેડની હત્યા કરાઈ છે. એક જ પરિવારના બે જૂથ વચ્ચેની બબાલમાં એક આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં બાવળાની (Bavla) સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ
રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં આધેડની હત્યા
અમદાવાદ જિલ્લામાં (Ahmedabad) હત્યાની એક હચમચાવતી ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના સાણંદ (Sanand) તાલુકાના મોડાસર ગામે રિક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે એક જ પરિવારનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. મામલો વધુ ઊગ્ર થતાં આધેડ પર છરીનાં ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટનામાં આધેડનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે, આ હુમલામાં વધુ બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો - Ahmedabad: શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ
મૃતકનાં પરિવારજનોમાં ભારે રોષ
ઇજાગ્રસ્તનો સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મૃતકનાં સગાઓનું ટોળું હોસ્પિટલ પહોંચ્યું હતું અને ભારે રોષ દાખવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનાં પરિવારજનો દ્વારા પોલીસને આરોપીઓની જલદી ધરપકડ કરવા અને કડક સજા કરવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ