Ahmedabad: મેઘાણીનગરમાં બુટલેગરના આતંકથી યુવકે જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
- Ahmedabad ના મેઘાણીનગરમાં યુવકનો સનસનીખેજ આપઘાત!
- બુટલેગરના અસહ્ય ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો
- આપઘાત પૂર્વે વીડિયો બનાવી 'માનવ' નામના શખ્સ સામે કર્યા આક્ષેપ
- માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ભર્યું અંતિમ પગલું
- મેઘાણીનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
- વાયરલ વીડિયોના આધારે બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ તેજ
Ahmedabad News: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોના વધતા જઈ રહેલા આતંકનો વધુ એક ભોગ નિર્દોષ નાગરિક બન્યો છે. અમદાવાદના મેઘાણીનગર (Meghaninagar) વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
આપઘાત પહેલા બુટલેગર પર ગંભીર આક્ષેપો
ઘટનાની વિગત મુજબ, મેઘાણીનગરના રહીશ યુવકે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે, આ આપઘાત પાછળનું કારણ અત્યંત ગંભીર છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો (Viral Video) બનાવ્યો હતો, જેમાં તેણે વિસ્તારના જ એક કુખ્યાત બુટલેગર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં યુવકે સ્પષ્ટપણે 'માનવ' (Manav) નામના શખ્સનું નામ લીધું છે અને જણાવ્યું છે કે આ બુટલેગર તેને લાંબા સમયથી માનસિક રીતે ટોર્ચર (Mental Torture) કરી રહ્યો હતો.
અમદાવાદના મેઘાણીનગરમાં યુવકનો આપઘાત
બુટલેગરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનો દાવો
આપઘાત પૂર્વે વીડિયો બનાવી ગંભીર આરોપો લગાવ્યા
માનવ નામના શખ્સ સામે માનસિક ત્રાસનો આરોપ
મેઘાણીનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો#Ahmedabad #Meghaninagar #SuicideCase #ViralVideo… pic.twitter.com/KwsNVYMKiV— Gujarat First (@GujaratFirst) April 27, 2026
Ahmedabad: મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો
આ વાયરલ વીડિયોમાં યુવકની વ્યથા સાફ દેખાઈ રહી છે, જેમાં તે પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે. બુટલેગરના ત્રાસને કારણે યુવક એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેને મોતને વહાલું કરવું વધુ યોગ્ય લાગ્યું. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ (Meghaninagar Police) ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોત (Accidental Death) નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. આ કેસમાં પોલીસ વીડિયોના આધારે તપાસ તેજ કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં લૂથી બચવા મંત્રી સિંધિયાએ આપ્યો દેશી નુસખો! જાણીને તમે પણ ચોંકી જશો


