Ahmedabad Metro Video : શરમજનક ઘટના! મહિલા, યુવતીઓની સામે યુવકે કર્યું હસ્તમૈથુન
- અમદાવાદની મેટ્રોમાં શરમજનક ઘટના! (Ahmedabad Metro Video)
- મુસાફરોથી ખીચોખીચ ભરેલી મેટ્રોમાં યુવકની અશ્લીલ હરકત!
- વીડિયો વાઇરલ થતાં વસ્ત્રાપુર પોલીસે યુવકની અટકાયત કરી
અમદાવાદની શાન એવી મેટ્રો ટ્રેનમાં (Ahmedabad Metro Video) શરમજનક ઘટના બની હતી. ખીચોખીચ ભરેલી મેટ્રો ટ્રેનમાં એક યુવકે મહિલા અને યુવતીઓની સામે જ હસ્તમૈથુન કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના બાદ મેટ્રોમાં મહિલા અને યુવતીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. આ મામલો સામે આવતા વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) અશ્લીલ હરકત કરતા યુવકની અટકાયત કરી છે.
આ પણ વાંચો - BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા
મેટ્રોમાં અશ્લીલ હરકત કરતા યુવકનો વીડિયો વાઇરલ
અમદાવાદની મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Video) શરૂ થયાને બે વર્ષ થયા છે. દૈનિક ધોરણે મેટ્રોમાં બાળકો, મહિલા અને યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જો કે, બે વર્ષમાં પહેલીવાર મેટ્રોમાં એક શરમજનક ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. માહિતી અનુસાર, કાલુપુર મેટ્રો સ્ટેશનથી (Kalupur Metro Station) ઊપડેલી મેટ્રો ટ્રેનનાં કોચ નંબર-L/4 માં યુવતી, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા. ત્યારે, હોસ્પિટલની ટીશર્ટ પહેરીને બેઠેલો એક યુવક બધા મુસાફરોની સામે અશ્લિલ હરકતો કરી હતી અને ત્યાર બાદ હસ્તમૈથૂન કર્યું હતું.
અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા-સંવેદનશીલતા, શરમજનક હરકત...., વાયરલ વીડિયો.#AhmedabadNews #AhmedabadMetro #AhmedabadMetroVideo #MetroVideoViral pic.twitter.com/zo2IJdhxbg
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 28, 2024
આ પણ વાંચો - Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
યુવક અશ્લીલ હરકત નહોતો કરતો, લખી રહ્યો હતો : સિક્યોરિટી જવાન
એક પ્રવાસીનાં જણાવ્યા અનુસાર, મેટ્રો ટ્રેનમાં અશ્લીલ હરકતો કરતા યુવકને અન્ય મુસાફરો દ્વારા આવું કરતા રોકવામાં આવે છે પરંતુ તેમ છતાં તે અટકાતો નથી અને હસ્તમૈથૂન કરવાનું ચાલુ રાખે છે. ત્યારે અન્ય કેટલાક મુસાફરોએ યુવકની અશ્લીલ હરકતનો વીડિયો ઉતાર્યો હતો. માહિતી અનુસાર, ગુરુકુળ રોડ પર મેટ્રો ટ્રેન પહોંચતા એક મુસાફરે ત્યાં હાજર સિક્યોરિટી જવાનને યુવકની અશ્લીલ હરકતનો વીડિયો બતાવ્યો તો પહેલા કહ્યું કે અમે કાર્યવાહી કરીશું. પરંતુ, થોડા સમય પછી તે મુસાફરને સિક્યોરિટી જવાનનો ફોન આવે છે અને કહે છે કે યુવક કોઈ ગંદી હરકતો કરી નહોતો કરી રહ્યો પરંતુ તે લખી રહ્યો હતો. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોએ ભારે રોષ દાખવ્યો હતો. આ મામલો સામે આવતા વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) કાર્યવાહી કરી અશ્લીલ હરકત કરતા યુવકની અટકાયત કરી છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : ડો. પ્રશાંત સામે GMC ની કડક કાર્યવાહી, તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો