Ahmedabad:નરોડામાં માતા-પુત્રનો આપઘા મામલો,પોલીસે પરિવારના ત્રણ લોકો કરી ધરપકડ
- અમદાવાદના નરોડા વિસ્તારમાં માતા અને પુત્રને આપઘાત મામલે ધરપકડ
- ગઈકાલે નરોડા વિસ્તારમાં માતાએ સાત વર્ષના પુત્ર સાથે કર્યો હતો આપઘાત
- આપઘાત મામલે પતિ સસરા અને સાસુ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ બાદ ધરપકડ
- પોલીસકર્મી પતિ મિતેશ વાણિયા સહિત સસરા અને સાસુની પણ ધરપકડ
અમદાવાદના નરોડામાં ગઈકાલે હંસપુર રોડ પર માતા-પુત્રએ આપઘાત કર્યો હતો જેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી પહેલા માતાએ પુત્રને ફેંકયો અને ત્યારબાદ તેણે ઘરની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો,આ સમગ્ર કેસમાં માહિતી સામે આવી છે કે મહિલાને તેના સાસરીયાઓ હેરાન કરતા હતા અને તેને લઈ આપઘાત કર્યો છે,મહિલા માનસિક બીમાર હતી તેવી વાત પહેલા સામે આવી હતી પરંતુ આ વાત ઉભી કરેલી હતી.
પતિની પણ કરાઈ ધરપકડ
આ સમગ્ર કેસમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતુ સાથે સાથે મહિલાનાં પોલીસકર્મી પતિ, સસરા, સાસુની નરોડા પોલીસે ધરપકડ કરી છે અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે,પતિ હિંમતનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે મૃતક મહિલાના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે,ત્યારે આ કેસમાં આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.પોલીસે પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.
મૃતક મહિલાના મારવામાં આવતો હતો માર
ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા સમગ્ર માહિતી સામે આવી હતી.આપઘાત કરનાર પરણિત મહિલાના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા.


