Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા પોલીસ એલર્ટ થઈ જવા પામી હતી.
ahmedabad  નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી
Advertisement
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • બોમ્બ સ્ક્વોડ સાથે સ્થાનિક પોલીસની સ્ટેડિયમમાં તપાસ

જમ્મુ કાશ્મીરના પહલગામ (Jammu Kashmir Pahalgam attack)માં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં અનેક પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. ભારતે જમ્મુ કાશ્મીરની પહલગામ (Jammu Kashmir Pahalgam attack) ની ઘટના બાદ ભારતે બુધવારે વહેલી પરોઢે પાકિસ્તાનમાં આતંકીઓના કેમ્પ પર એરસ્ટ્રાઈક (Airstrike) કરતા પાકિસ્તાનનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક (Airstrike)ના થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Ahmedabad narendra modi Stadium) ને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા પોલીસ એલર્ટ (PoliCe Alert) મોડમાં આવી જવા પામી હતી. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવી હતી.

GCA ને મેઈલ દ્વારા મળી ધમકી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad narendra modi Stadium)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) ભર્યો મેલ મળ્યો છે. પાકિસ્તાનના નામથી GCA ને એક ઈ-મેલ મળ્યો હતો. આ ઈ-મેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi Stadium) ને બ્લાસ્ટ (Blast) કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

આ ઈ-મેલ મળતા જ GCA દ્વારા અમદાવાદ પોલીસ (Ahmedabad police) ને આ બાબતે જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડોગ સ્કોર્ડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોર્ડ સહિતનો પોલીસ કાફલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi Stadium) ખાતે પહોંચી સ્ટેડિયમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ધમકી ભર્યા મેલમાં શું લખ્યું હતું

ધમકી ભર્યા ઈ-મેલ બાબતે પોલીસ અધિકારી (PoliCe Officers)એ જણાવ્યું હતું કે, આ ઈ-મેલ પાકિસ્તાનના જેકે નામનો મળ્યો છે તેમજ ઈ-મેલમાં માત્ર એક જ લાઈન "વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ" લખ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

હજુ સ્ટેડિયમમાં IPL ની મેચ રમાશે

હાલમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) ની મેચ પણ ચાલી રહી છે. જેમાંથી અમુક મેચ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi Stadium) માં આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે આ ઈ-મેલને ગંભીરતાથી લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra Modi Stadium) ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ Rain in Gujarat : આ જિલ્લાઓમાં સતત બીજા દિવસે માવઠું, ચિંતામાં મૂકાયો 'જગતનો તાત'

Tags :
Advertisement

.

×