અમદાવાદ NDPS કોર્ટનો કડક ચુકાદો; સરખેજના ડ્રગ્સ પેડલરને ફટકારી 10 વર્ષની સજા
- અમદાવાદ NDPS કોર્ટનો મહત્વનો ચુકાદો : મહિલા સહિત 3 આરોપીઓને સખત કેદ અને દંડની સજા
- ડ્રગ્સ વિરોધી મુહિમમાં મોટી સફળતા : જાવેદખાન બાબા બલોચને 10 વર્ષની જેલ, 2 લાખ દંડ
- સરખેજ-ફતેવાડીમાં MD ડ્રગ્સ વેચાણ કેસ: સ્પેશિયલ કોર્ટે 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા
- ગુજરાત સરકારની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બળ: અમદાવાદ કોર્ટે ડ્રગ્સ પેડલર્સને ફટકારી સજા
- મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં કડક કાર્યવાહી: જાવેદખાન ઉર્ફે બાબા બલોચ સહિત 3ને જેલ
અમદાવાદ : ગુજરાત સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમને મજબૂતી આપતો એક મહત્વનો ચુકાદો અમદાવાદની NDPS વિશેષ અદાલતમાંથી સામે આવ્યો છે. અમદાવાદના સરખેજ-ફતેવાડી વિસ્તારમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતા મહિલા સહિત ત્રણ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી સખત કેદ તથા દંડની સજા ફટકારી છે. આ કેસમાં મુખ્ય આરોપી જાવેદખાન ઉર્ફે બાબા બલોચને 10 વર્ષની કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
NDPS ના 2023ના કેસમાં સંભળાવવામાં આવી સજા
આ ઘટના 2023ની છે, જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ આરોપીઓ જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ અને શબાના બાનું મિર્ઝાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આશરે 69 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત 6.69 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. આરોપી જાવેદખાન અગાઉ પણ NDPS કેસમાં ઝડપાયો હોવાથી તેના પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
Ahmedabad | NDPSની વિશેષ અદાલતે 3 આરોપીને ફટકારી સજા | Gujarat First
સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ કોર્ટનો મહત્નો ચુકાદો
અમદાવાદમાં NDPSની વિશેષ અદાલતે 3 આરોપીને ફટકારી સજા
મહિલા સહિત 3 આરોપીને દોષિત ઠેરવી સખત કેદ અને દંડની સજા
આરોપીઓ સરખેજ ફતેવાડી વિસ્તારમાં MD… pic.twitter.com/3wQWV4S0nO— Gujarat First (@GujaratFirst) January 3, 2026
ત્રણ આરોપીઓને કડક સજા
સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે કોર્ટમાં મજબૂત દલીલો કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને વિશેષ અદાલતે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ ચુકાદો ગુજરાતમાં ડ્રગ્સના કારોબારને રોકવા માટે સરકારના પ્રયાસોને વેગ આપશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સના કેસોમાં વધારો થયો છે, અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં MD જેવા સિન્થેટિક ડ્રગ્સનું વેચાણ યુવાનોને નિશાન બનાવી રહ્યું છે.
જાવેદ બલોચને કડક સજા
NDPS એક્ટ હેઠળ મેફેડ્રોન જેવા ડ્રગ્સનું વેચાણ કોમર્શિયલ ક્વોન્ટિટીમાં હોય તો 10થી 20 વર્ષ સુધીની સખત કેદ અને મોટા દંડની જોગવાઈ છે. આ કેસમાં જપ્ત થયેલો જથ્થો મધ્યમ માત્રાનો હોવાથી કોર્ટે આરોપીઓને અલગ-અલગ સજા સંભળાવી છે. મુખ્ય આરોપી જાવેદખાનને સૌથી કડક સજા મળી છે, કારણ કે તેનો પૂર્વ રેકોર્ડ હતો અને તે આ કારોબારનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
ડ્રગ્સ પેડલર્સમાં ભયનો માહોલ
આ ચુકાદા બાદ પોલીસ વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, આવા ચુકાદાઓથી ડ્રગ્સ પેડલર્સમાં ભયનો માહોલ બને છે અને યુવા પેઢીને નશાના ખોફમાંથી બચાવવામાં મદદ મળે છે. ગુજરાત સરકારે "ડ્રગ ફ્રી ગુજરાત" અભિયાન હેઠળ ડ્રગ્સના કારોબાર પર કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે, અને આવા કોર્ટ ચુકાદાઓ તેને વધુ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો- Gandhinagar ટાઇફોઇડના અજગરી ભરડામાં, 104થી વધુ દર્દીઓ હોસ્પિટલ ભેગા, તાબડતોડ એક્શનમાં આવ્યા DYCM


