Ahmedabad New Passport Center: અમદાવાદમાં આજથી શરૂ થશે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર
- બાપુનગર વ્હાઈટ હાઉસમાં શરૂ થશે પાસપોર્ટ કેન્દ્ર
- આ પાસપોર્ટ કેન્દ્રમાં બનાવાયા છે વિવિધ 36 કાઉન્ટર
- પહેલા દિવસે 600 લોકોને અપાઈ છે એપોઈન્ટમેન્ટ
Ahmedabad New Passport Center: અમદાવાદમાં રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર શરૂ થશે. જેમાં બાપુનગર વ્હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થશે. આ પાસપોર્ટ કેન્દ્રમાં વિવિધ 36 કાઉન્ટર બનાવાયા છે. તેમાં પહેલા દિવસે 600 લોકોને એપોઈન્ટમેન્ટ અપાઈ છે. તથા પૂર્વ વિસ્તારના લોકોને મોટી રાહત થશે. જેમાં નડિયાદ, આણંદ, ખેડાના લોકોને મોટી મદદ મળશે.
આ કેન્દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરી દેવામાં આવશે
આ કેન્દ્રની ક્ષમતા 2 હજાર અરજદારની છે. આ કેન્દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરી દેવામાં આવશે. નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ હશે, જેમાં કુલ મળીને 36 કાઉન્ટર હશે. આજે 20 અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવશે, જેથી જો કોઈ સમસ્યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય. એ પછી બીજા દિવસથી પાસપોર્ટ સેન્ટર કાર્યરત થઈ જશે. જો કે વિજય ચાર રસ્તા પરનું પાસપોર્ટ સેન્ટર ચાલુ જ રહેશે. બાપુનગરમાં નવું સેન્ટર શરૂ થતા પૂર્વમાંથી આવતા લોકો અને ખેડા, આણંદ, નડિયાદના લોકોને સુવિધા રહેશે.
નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ મળીને કુલ મળીને 36 કાઉન્ટર હશે
મીઠાખળી જુના પાસપોર્ટ સેન્ટરમાં રોજના 800 અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્યા મળતી નથી, સાથે જ પાર્કિંગની જગ્યા પણ ન હોવાને કારણે પણ લોકોને સમસ્યા થાય છે. ત્યારે બાપુનગરમાં વ્હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્દ્રમાં આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
A વિંગમાં 20 કાઉન્ટર, જે તમામ શરૂ કરી દેવામાં આવશે
નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ મળીને કુલ મળીને 36 કાઉન્ટર હશે. જેમાં A વિંગમાં 20 કાઉન્ટર, જે તમામ શરૂ કરી દેવામાં આવશે, જ્યાં TCSનો સ્ટાફ ડોક્યુમેન્ટ - ફિંગર પ્રિન્ટ લેશે. જયારે B વિંગમાં 10 કાઉન્ટરમાંથી 6 શરૂ કરવામાં આવશે, અહીં પાસપોર્ટનો સ્ટાફ ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવાનું કામ કરશે, જયારે C વિંગમાં 6 કાઉન્ટરમાંથી 3 થી4 શરૂ કરી દેવામાં આવશે, જ્યાં કચેરીનો સ્ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્ટ કરશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 7 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?