Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asaram case: આસારામ કેસમાં નવો વળાંક! જામીનની આ કડક શરત કેમ બદલાઈ ગઈ?

Asaram case માં કેદની સજા ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટથી આંશિક રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને આપેલા જામીનની શરતોમાં આપી છૂટછાટ આપી છે. આસારામની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે કરી મંજૂર છે. સાધકોને ન મળવાની શરત સાથે હાઈકોર્ટે 3 પોલીસ કર્મી હટાવવાની શરતમાં આપી છૂટ આપી છે.
asaram case  આસારામ કેસમાં નવો વળાંક  જામીનની આ કડક શરત કેમ બદલાઈ ગઈ
Advertisement
  • દુષ્કર્મી Asaram ને ગુજરાત હાઈકોર્ટની આંશિક રાહત
  • Asaram ને આપેલા જામીનની શરતોમાં આપી છૂટછાટ
  • 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાની અરજી કરી મંજૂર
  • સાધકોને ન મળવાની અને પોલીસકર્મી હટાવવાની શરતમાં છૂટ
  • અગાઉ 3 પોલીસકર્મી સાથે રાખવાની શરત સાથે આપ્યા હતા જામીન

Asaram Case:દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ(Asaram) ને ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) વધુ એક આંશિક રાહત આપી છે. હાઈકોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણોસર(Health Reasons) આપવામાં આવેલા 6 મહિનાના વચગાળાના જામીન(Interim Bail) ની શરતોમાં ફેરફાર કરતી તેમની અરજીને મંજૂર કરી છે. આ ફેરફાર હેઠળ તેમની સાથે સતત 3 પોલીસકર્મી તૈનાત રાખવાની શરતને રદ્દ કરવામાં આવી છે.

Asaram Case ની શું હતી મૂળ શરત?

થોડા સમય અગાઉ આસારામ દ્વારા કરવામાં આવેલી વચગાળાના જામીનની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે તેમને તબીબી સારવાર મેળવવા માટે 6 મહિનાના જામીન આપ્યા હતા. જોકે, આ જામીન ખૂબ જ કડક શરતો સાથે મંજૂર કરવામાં આવ્યા હતા. આ શરતોમાંની એક મુખ્ય શરત એ હતી કે આસારામ ક્યાંય પણ જાય, તેમની સાથે 24 કલાક ત્રણ પોલીસકર્મીનો કાફલો હાજર રહેશે. આ ઉપરાંત, બીજી મહત્વની શરત એ હતી કે તેઓ તેમના કોઈપણ પૂર્વ કે વર્તમાન સાધક, ભક્ત કે સમર્થકને મળી શકશે નહીં, જેથી તેઓ ફરીથી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુ ન કરી શકે અથવા જુબાની પર પ્રભાવ ન પાડી શકે.

Advertisement

Asaram Case માં પોલીસ સુરક્ષા હટાવવા પાછળની દલીલ

Asaram ના વકીલોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે 24 કલાક ત્રણ પોલીસકર્મીની સતત હાજરીના કારણે તેમને તેમની નિયમિત દિનચર્યા, ખાનગી બાબતો અને ખાસ કરીને તબીબી સારવારમાં મુશ્કેલી પડી રહી છે. તબીબી સારવાર અને આરામ દરમિયાન પણ પોલીસની હાજરીના કારણે ગોપનીયતાનો ભંગ થાય છે. કોર્ટે આ દલીલને ધ્યાનમાં લીધી અને પોલીસકર્મી સાથે રાખવાની શરતને હટાવવાનો આદેશ આપ્યો.

Advertisement

સાધકોને મળવા પરનો પ્રતિબંધ યથાવત્

High Court એ રાહત આપતા સમયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભલે ત્રણ પોલીસકર્મી સાથે રાખવાની શરત હટાવી દેવામાં આવી હોય, પરંતુ જામીનની મુખ્ય શરત, એટલે કે સાધકોને ન મળવું, તે યથાવત્ રહેશે. આ નિર્ણય દ્વારા કોર્ટે દર્શાવ્યું છે કે આસારામની વ્યક્તિગત સુરક્ષાની ચિંતા હળવી કરવામાં આવી છે, પરંતુ તેમના પ્રભાવ હેઠળ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે સમર્થકોની ભીડ એકઠી ન થાય તેની કાળજી લેવામાં આવી છે.

ફરીથી જેલમાં હાજર થવું પડશે..!

આસારામને 6 મહિનાના વચગાળાના જામીન મળ્યા છે અને તે સમયગાળો પૂરો થતા તેમને ફરીથી જેલમાં હાજર થવું પડશે. ત્યાં સુધી તેઓ માત્ર પોતાના નિવાસસ્થાને રહીને તબીબી સારવાર મેળવી શકશે અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ત્રણ પોલીસકર્મીની શરત હટાવવાથી આસારામને નિશ્ચિતરૂપે રાહત મળી છે, પરંતુ કાયદાનું શાસન જળવાઈ રહે તે માટેની તમામ નિયંત્રણો હજી પણ તેમની પર લાગુ રહેશે.

આ પણ વાંચોઃ Asaram Case: Surat દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન મળ્યા

આ પણ વાંચોઃ Bharuch: પાનોલી ડ્રગ્સ ફેક્ટરી મુદ્દે ખુલાસો, ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ કંપનીએ શું આપ્યો?

Tags :
Advertisement

.

×