Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : અમદાવાદનો યુવક લંડનમાં થયો ગૂમ, 4 દિવસથી યુવકનો કોઈ પત્તો નહીં

અમદાવાદનો યુવક લંડનમાં ગૂમ થયાની ઘટના સામે આવી છે. 4 દિવસથી અમદાવાદના યુવક કુશ પટેલનો કોઈ પત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પરથી તે લંડન ભણવા ગયો હતો. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર...
ahmedabad news   અમદાવાદનો યુવક લંડનમાં થયો ગૂમ  4 દિવસથી યુવકનો કોઈ પત્તો નહીં
Advertisement

અમદાવાદનો યુવક લંડનમાં ગૂમ થયાની ઘટના સામે આવી છે. 4 દિવસથી અમદાવાદના યુવક કુશ પટેલનો કોઈ પત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પરથી તે લંડન ભણવા ગયો હતો. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો, તે મૂળ વહેલાલ અને નવા નરોડાનો રહેવાસી છે.

10 ઓગસ્ટે કુશ પટેલ ગૂમ થયાની પરિવારને જાણ થઈ હતી. 10 ઓગસ્ટ પહેલા પરિવારનો 24 કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગૂમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગૂમ થયાની પોલીસ ફરિયાદ કરી છે.

Advertisement

મળતી જાણકારી અનુસાર, વર્ષ 2022માં કુશ પટેલ બિઝનેલ મેનેજમેન્ટનું ભણવા માટે લંડન ગયો હતો, જો કે બે કે ત્રણ મહિનામાં જ કુશના વિઝા પૂર્ણ થવાના હતા. પરિવારને હિસાબ આપવાની ચિંતામાં કુશ પટેલ મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

મહત્વનું છે કે, બે-ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને હિસાબ આપવાની ચિંતા હોવાની આશંકા છે. ચિંતામાં કુશ મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. કુશ લંડનથી પરિવારને નાણાં મોકલતો હતો અને કુશ પટેલે મોકલેલા નાણાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું

આ પણ વાંચો : Kutch : ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSF એ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

Tags :
Advertisement

.

×