Ahmedabad News: બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો
- બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં બની ઘટના
- ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા
- મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો
Ahmedabad News: અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે.
એક જ પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો
એક જ પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ત્યારે ગ્રામ્ય SOG, LCB સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. આસપાસમાં તપાસ કરતા વિપુલ વાઘેલા રિક્ષા ચાલકે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસ એફ.એસ.એલ અને એસ.ઓ.જી સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. સાચુ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે. જેમાં પોલીસે આસપાસના રહીશોમાં પૂછતાછ શરૂ કરી છે. આત્મહત્યા પ્રેરવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
- મૃતકના નામ
વિપુલ કાનજી ભાઇ વાઘેલા
સોનલબેન વિપુલભાઈ વાઘેલા
સિમરન બેન વિપુલ ભાઈ વાઘેલા
મયુરભાઈ વિપુલભાઈ વાઘેલા
પ્રીન્સી બેન વિપુલભાઈ વાઘેલા
આ પણ વાંચો: Gujarat News: નેતૃત્વ, વિઝન અને સફળતાનો સંગમ એટલે C.R.Patil