Ahmedabad News : Media સ્વતંત્રતા ઉપર તરાપ, આગ સહિતની દુર્ઘટનાની માહિતી મીડિયા ને નહીં મળે
અમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે અમદાવાદમાં બનતી આગ, બચાવકોલ સહિત કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને Media ને આ અંગેની માહિતી ના આપવા ફરમાન કર્યુ છે. ઈન્ચાર્જ ચીફ...
12:57 PM Aug 20, 2023 IST
|
Dhruv Parmar
અમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે અમદાવાદમાં બનતી આગ, બચાવકોલ સહિત કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને Media ને આ અંગેની માહિતી ના આપવા ફરમાન કર્યુ છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે આ પ્રકારની સુચના ફાયર વિભાગના સ્ટાફને તેમણે આપી હોવાની કબુલાત પણ કરી છે. આ પ્રકારનુ ફરમાન કરી Media ની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો પ્રયાસ કરાયો છે.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા દ્વારા ફાયર વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારી-અધિકારીઓને વોટસએપ મેસેજ કરી ઈન્ચાર્જ ચીફ ઓફિસરની પૂર્વ મંજુરી વિના Media ને કોઈપણ પ્રકારની માહિતી ન આપવાનુ ફરમાન કરી આડકતરી રીતે Media ઉપર સેન્સરશીપ લાદવા પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : Ahmedabad માં હથિયાર કૌભાંડમાં મહત્વના ખુલાસા
Next Article