ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad News : રક્ષક જ બન્યો ભક્ષક, શિક્ષકે વટાવી તમામ હદ, ટ્યૂશનમાં ભણતી વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક ગુરુએ તેની શિષ્ય પર બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના ટ્યૂશનના શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. જોકે સગીરાએ ટ્યૂશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો...
05:41 PM Jul 14, 2023 IST | Dhruv Parmar
અમદાવાદમાં એક ગુરુએ તેની શિષ્ય પર બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના ટ્યૂશનના શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. જોકે સગીરાએ ટ્યૂશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો...

અમદાવાદમાં એક ગુરુએ તેની શિષ્ય પર બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના ટ્યૂશનના શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. જોકે સગીરાએ ટ્યૂશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન પણ કરતો હતો. જોકે સમગ્ર મામલો સામે આવતા સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્યૂશન શિક્ષકની ધરપકડ કરી છે.

એક શિક્ષકનું કામ શિષ્યોને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ દાણી લીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટ્યૂશનના આવતી એક સગીર વિધાર્થિની ને પોતાના હવસનો શિકાર બનાવી અને તેને ધાક ધમકીઓ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો. પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી.

દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટ્યૂશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થીની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022 થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટ્યૂશનના જતી હતી તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટ્યૂશનના સમય કરતાં વધુ સમય ધરે રોકી રાખતો હતો. જે બાદ સગીરા ને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. જોકે સગીરાએ સુનીલના ટ્યૂશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરે થી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.

એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સુનીલ પરમારની ધરપકડ કરી છે પોક્સો અને બળાત્કારની કલમો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ‘જાનાથા અમેરિકા પહોંચ ગયે ડોમિનિકાની જેલ…!’, અમેરિકા મોકલવાનું કહીને 9 ગુજરાતીઓને એજન્ટે કરી દીધાં ગાયબ!

Tags :
AhmedabadCrimeGujaratstudentTeacher
Next Article