Ahmedabad: ઓઢવમાં પોલીસે ડિટેઈન કરેલ વાહનોમાં લાગી આગ, નુકસાનની ભરપાઈ કોણ કરશે? જુઓ વીડિયો
- અમદાવાદ ઓઢવ રિંગ રોડ પાસે 34 વાહનમાં લાગી આગ
- 22 ડિટેઈન અને 11 પાર્ક કરેલા વાહનોમાં લાગી હતી આગ
- ઓઢવ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
- ફાયર વિભાગની ટીમે આગ પર કર્યો હતો કાબુ
અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા. સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ તાત્કાલીક ફાયર બ્રિગ્રેડને આ બાબતે જાણ કરતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ લાગેલ વાહનો પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસકર્મચારીઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ કેવી રીતે લાગી તે બાબતે તપાસ શરૂ કરી હતી.
ફાયર બ્રિગ્રેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટૂ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ VADODARA : ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મુંબઇ એરપોર્ટથી દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ ઓઢવ બ્રિજ નીચે ડીટેઈન કરેલ વાહનોમાં વહેલી સવારે સાત વાગ્યા દરમ્યાન આગ લાગ્યાનો મેસેજ કંટ્રોલ રૂમને મળ્યો હતો. વાહનોમાં આગ લાગયાની જાણ ઓઢવ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડને જવાનો યુદ્ધનાં ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીદી હતી. 34 વાહનોમાં આગ લાગી હતી. જેમાંથી 22 વાહનો ડિટેઈન કરેલ અને 11 પાર્ક કરેલ વાહનોમાં આગ લાગી હતી. ઓઢવ પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી
નુકસાનની ભરપાઈ કોણ કરશે તે એક સવાલ
આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરતા ખબર પડી કે સફાઈ કર્મચારી દ્વારી બીડી પીને માચિસ ફેંકતા આગ લાહી હતી. જેમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ડિટેઈન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની હોય છે. વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે એક સવાલ છે.
આ પણ વાંચોઃ VADODARA : હુમલાખોર મગરનું મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયું