Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બોપલમાં વધુ એક હત્યાનો બનાવ, શખ્સનો મૃતદેહ મળતા ચકચાર!

વિસ્તારમાં 3 દિવસ પહેલા MICA નાં વિદ્યાર્થીની હત્યાની ચકચારી ઘટના બની હતી...
ahmedabad   બોપલમાં વધુ એક હત્યાનો બનાવ  શખ્સનો મૃતદેહ મળતા ચકચાર
Advertisement
  1. Ahmedabad નાં બોપલમાં વધુ એક હત્યાનો બનાવ
  2. બોપલનાં ગરોળીયા ગામની સીમમાં શખ્સની હત્યા કરાઈ
  3. દીપક પટેલ નામની વ્યક્તિની હત્યા કરેલી લાશ મળી
  4. બોપલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરી કરી

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં એક પછી એક હત્યાનાં બનાવ સામે આવી રહ્યા છે. વિસ્તારમાં 3 દિવસ પહેલા MICA નાં વિદ્યાર્થીની હત્યાની ચકચારી ઘટના બની હતી, ત્યારે હવે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ગરોળિયા ગામની (Garodia village) સીમમાં એક શખ્સની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હત્યા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : યુનિ. ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 115 વિદ્યાર્થીઓને લાખોનો દંડ, ફટકારાઈ આ સજા!

Advertisement

ગરોળિયા ગામની સીમમાં એક શખ્સની હત્યા

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. MICA નાં વિદ્યાર્થીની હત્યાની ચકચારી ઘટના બાદ હવે ગરોળિયા ગામની સીમમાં એક શખ્સની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મૃતક વ્યક્તિની ઓખળ દીપકભાઈ દશરથભાઈ પટેલ તરીકે થઈ છે. જો કે, દીપકભાઈની હત્યા કોણે અને કેમ કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો - Bharuch : હાંસોટ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત! કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ, 3 નાં મોત

3 દિવસ પહેલા MICA નાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી

આ અંગે જાણ થતાં બોપલ પોલીસની (Bopal Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનાં બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી છે. જણાવી દઈએ કે, 3 દિવસ પહેલા બોપલ ફાયર સ્ટેશન (Bhopal fire station) નજીક વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે તકરાર થતાં MICA નાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીનું મોત (Bopal MICA Student Murder Case) નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે માત્ર 48 કલાકમાં જ ફરાર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી વિરેન્દ્ર પઢેરિયારની પંજાબમાંથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surat : SMC નાં અધિકારીએ મોડી રાતે સર્જ્યો અકસ્માત! લોકોએ પકડ્યો તો પરિવારજનો છોડાવી ગયા!

Tags :
Advertisement

.

×