Ahmedabad : આજે વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ, વસ્ત્રાપુર PI સામે પણ તપાસનો હુકમ!
- ખ્યાતિ હોસ્પિટલનાં ડૉ. પ્રશાંતને VIP ટ્રીટમેન્ટ આપવી ભારે પડી!
- ફરજમાં નિષ્કાળજી બદલ PSO લાલસંગ સાગરદાન સસ્પેન્ડ!
- વસ્ત્રાપુર PI એલ.એલ. ચાવડાની પણ તપાસનો હુકમ
અમદાવાદમાં (Ahmedabad) સતત વધી રહેલી હત્યાની ઘટનાઓ અને ગુનાખોરીને લઈ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ પર બેજવાબદારી અને નિષ્ક્રિયતા દાખવવા બદલ જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે શહેરનાં ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં બે PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક પોલીસકર્મીને ફરજ મોકૂફ કરાયા છે.
આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!
ફરજમાં નિષ્કાળજી દાખવનાર પોલીસકર્મી સસ્પેન્ડ
પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં ધરપકડ કરાયેલ આરોપી ડો. પ્રશાંત વજીરાણીને (Dr.Prashant Vazirani) પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ આપનારા PSO લાલસંગ સાગરદાનને ઝોન-1 દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PI એલ.એલ. ચાવડા સામે પણ તપાસનો હુકમ કરાયો છે. રાજ્ય પોલીસવડાએ અમદાવાદ ગ્રામ્ય SP ને તપાસ સોંપી છે. બીજી તરફ એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) મોટા માથાઓને છાવરનારા સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરાશે ? ખ્યાતિ હોસ્પિટલનાં કાંડનાં પાપીઓને કોની શેહ નીચે છૂટછાટ મળી રહી છે?
આ પણ વાંચો - Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...
ગઈકાલે શહેરનાં ઇતિહાસમાં પહેલીવાર એક દિવસમાં બે PI સસ્પેન્ડ થયાં
જણાવી દઈએ કે, ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવા અને ધીમી કાર્યવાહી કરવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલને (PI S.A. Patel) અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝિલારિયાને (PI BD Zhilariya) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આજે વધુ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો - Valsad: હાઇવે એજન્સી દ્વારા Ambulance નો દુરુપયોગ કરવામાં આવ્યો! Video થયો Viral