Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા

રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા કરી મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી સિવિલમાં 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મૂક્યા Ahmedabad plan crash : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન 150થી...
ahmedabad plan crash  4 ias અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા
Advertisement
  • રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા કરી
  • મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી
  • સિવિલમાં 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મૂક્યા

Ahmedabad plan crash : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન 150થી વધુ મુસાફરોના મોત થયા હોવાનું પણ બહાર આવ્યું છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર અંગે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા (State CM reviews)કરી હતી. મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલ (CM visits Civil Hospital) પહોંચ્યા હતાં અને તેમણે પીએમ રૂમની પણ મુલાકાત લીધી હતી. હવે સિવિલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં (IAS on duty in Civil)મુકવામાં આવ્યાં છે.ચારેય અધિકારીઓએ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ હેઠળ કામ કરવાનું રહેશે.

Advertisement

વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં

એર ઈન્ડિયાના AI171 વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં.જેમાં 169 ભારતીય મુસાફરો અને 53 બ્રિટિશ સહિત એક કેનેડિયન અને સાત પોર્ટુલગના મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં. હાલમાં 150થી વધુ મુસાફરોના આ પ્લેન દુર્ઘટનામાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત મુસાફરો માટે સિવિલમાં ખાસ પ્રકારે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી ડ્યુટીમાં મોકલી દીધા છે. આ ચાર અધિકારીઓમાં નીતિન સાંગવાન, હર્ષિત ગોસાવી, અરવીંદ વી અને પ્રશાંત જીલોવાનો સમાવેશ થાય છે.

Advertisement

જુઓ  લિસ્ટ-Appointment of IAS Officers for Emergency Situation

સિવિલમાં મુસાફરોની સારવારને લઈને દોડધામ

સિવિલ હોસ્પિટલમાં હાલમાં મુસાફરોની સારવારને લઈને દોડધામ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

Tags :
Advertisement

.

×