Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD PLANE CRASH દુર્ઘટનામાં 39 ની થઇ ઓળખ, મૃતદેહ પરિવારને સોંપાશે

AHMEDABAD PLANE CRASH : પ્લેન ક્રેશમાં 242 પૈકી એક માત્ર મુસાફરનો કુદી જવાના કારણે બચાવ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે
ahmedabad plane crash દુર્ઘટનામાં 39 ની થઇ ઓળખ  મૃતદેહ પરિવારને સોંપાશે
Advertisement
  • અમદાવાદની ઘટનામાં 241 પેસેન્જરોના મૃત્યુ થયા
  • આ ઘટનાના ત્રીજા દિવસે મૃતકોની ઓળખ કરીને દેહ પરિજનોને સોંપવામાં આવશે
  • મૃતક અને પરિજનોને ડીએનએ મેચ કર્યા બાદ દેહની સોંપણી કરવાનું શરૂ કરાયું

AHMEDABAD PLANE CRASH : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા 241 મુસાફરો સહિત અનેકના મોત નિપજ્યા છે. આ ઘટનાના ત્રીજા દિવસે મૃતકો પૈકી 39 ની ઓળખ કરી લેવામાં આવી છે. અને તેમના મૃતદેહોને પરિજનોને સોંપવામાં આવનાર હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર (AHMEDABAD COLLECTOR) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના બાદથી આજદિન સુધી રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Advertisement

મૃતદેહો રેસ્ક્યૂ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા

અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદથી ફાયર વિભાગ તથા અન્ય ટુકડીઓ દ્વારા મુસાફરોના જે તે હાલતમાં મૃતદેહો રેસ્ક્યૂ કરીને સિવિલ હોસ્પિટલ (CIVIL HOSPITAL) ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમના મૃતદેહોના ડીએનએ લેવામાં આવ્યા હતા. બીજી બાજુ મૃૃતકોના પરિજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકો પૈકી 39 ની ઓળખ થઇ ગઇ છે. આ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવનાર છે.

Advertisement

વડાપ્રધાન અને ગૃહમંત્રી મુલાકાત લઇ ચૂક્યા છે

અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક માત્ર મુસાફરનો કુદી જવાના કારણે બચાવ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટના બાદ દેશના ગૃહમંત્રી અને ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) પીડિતોની મુલાકાત લઇ ચુક્યા છે. આ ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક અગ્રણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

8 એજન્સીઓ તપાસમાં જોડાઇ

સુત્રોએ ઉમેર્યું કે, આ પ્લેન ક્રેશની ઘટનાને લઇને સૌ કોઇ અચંબિત છે. ગતરોજ પ્લેનના કાટમાળમાંથી બ્લેક બોક્સ રિકવર કરવામાં આવ્યું છે. તેનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ સામે આવશે. હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મળીને 8 જેટલી વિવિધ એજન્સીઓ આ મામલાની તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : 1 કલાકમાં ફાયરની ટુકડી પહોંચી, પ્લેનના કાટમાળમાંથી મૃતદેહો રેસ્ક્યૂ કર્યા

Tags :
Advertisement

.

×