Ahmedabad Plane Crash: એક જ પરિવારના 5 લોકોના મોત,અંતિમ સેલ્ફી આવી સામે
- વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકો મોત
- પ્રદીપ વ્યાસની ફેમિલીની તસવીર સામે આવી
- લંડન જવાની ખુશીમાં હસતો જોવા મળ્યો
Plane Crash : અમદાવાદ એરપોર્ટ પાસે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ (AhmedabadPlaneCrash)થવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકોના પણ મોત થયા છે.બાંસવાડા જિલ્લાના રહેવાસી ડૉ.પ્રદીપ વ્યાસની (Pradeep Vyas)ફેમિલીની તસવીર સામે આવી છે, જેમાં તેઓ, તેમની પત્ની ડૉ.કોની વ્યાસ અને તેમના ત્રણ બાળકો પ્રદ્યુત વ્યાસ, મિરાયા વ્યાસ અને નકુલ વ્યાસ દેખાઈ રહ્યા છે.આ આખો પરિવાર લંડન જવાની ખુશીમાં હસતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -Plane Crash :લગ્ન બાદ પહેલીવાર પતિને મળવા લંડન જતી ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે
પ્લેનમાં ડૉક્ટર દંપતીએ બાળકો સાથે સેલ્ફી પાડી
ડૉ.પ્રદીપ વ્યાસ પત્ની અને બાળકો સાથે લંડન જઈ રહ્યા હતા.તેઓ ફ્લાઈટમાં બેઠા ત્યારે પરિવાર સાથે એક સેલ્ફી તસવીર પણ મોબાઈલમાં કંડારી હતી.જોકે આ સેલ્ફી તેમના પરિવારની જિંદગીની છેલ્લી સેલ્ફી બની ગઈ છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે,તેઓનો આખો પરિવાર ખુબ જ ખુશીથી લંડન જવા માટે રવાના થયો હતો.જોકે પ્લેન ક્રેશ થતા આખા પરિવારોની દર્દનાક મોત થઈ છે.#planecrash
આ પણ વાંચો -VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશના CCTV સામે આવ્યા, 50 સેકન્ડમાં જ તૂટી પડ્યું વિમાન!
પત્ની લંડન શિફ્ટ થઈ રહી હતી
ડૉ.પ્રદીપ વ્યાસના પત્ની ડૉ.કોની વ્યાસ ઉદયપુરના પેસિફિક હોસ્પિટલમાં કામ કરતા હતા.જ્યારે તેમના પતિ ડૉ.પ્રદીપ લંડનમાં ડોક્ટર હતા.કોની પતિ સાથે લંડનમાં શિફ્ટ થવાની હતી, તેથી તેમણે થોડા દિવસ પહેલા ઉદયપુરની નોકરી છોડી દીધી હતી.ઉદયપુરના પેસિફિક હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે,ડૉકોની વ્યાસે એક મહિના પહેલા જોબ છોડી દીધી હતી.તેઓ તેમના પતિ સાથે લંડન જવાના હતા, તેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. ડૉ.કોની વ્યાસની વધુ એક તસવીર સામે આવી છે, જેમાં તેમનો પરિવાર ઘરમાં એક સાથે જોવા મળી રહ્યો છે.