AHMEDABAD PLANE CRASH : રજા ગાળવા લંડન જવા ફ્લાઇટમાં દંપતિ બેઠું, ક્રેશમાં મૃત્યું
- રજા ગાળવા ફ્લાઇટમાં બેઠેલા દંપતીનું મૃત્યું થયું
- મુળ આગ્રાનું દંપતી વેકેશન માણવા માટે લંડન જઇ રહ્યું હતું
- દંપતી પૈકી પતિએ પોતાના ભાઇ સાથે આખરમાં ટેલિફોનિક વાત કરી હતી
AHMEDABAD PLANE CRASH : અમદાવાદ પ્લેન ક્રેશની (AHMEDABAD PLANE CRASH) ઘટનામાં 240 થી વધુ મુસાફરોના મોતની થયા હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ફ્લાઇટમાં લવાનિયા દંપતી પણ મુસાફરી કરી રહ્યું હતું. બંને પોતાની રજા ગાળવા માટે લંડન જવાના હતા. તેઓ એર ઇન્ડિયાના ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જવા નીકળ્યા અને બાદમાં ગણતરીની સેકંડોમાં જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. આ ઘટનામાં દંપતીનું મૃત્યું (COUPLE DEATH) થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, દંપતીના 15 વર્ષના સંતાને માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.
ભાઇ સાથે આખરમાં ફોન પર વાત કરી
અમદાવાદથી લંડન જતી ફલાઇટ ક્રેશ થતા 240 થી વધુ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ફ્લાઇટમાં મુળ આગ્રાના અકોલાનું લવાનિયા દંપતી મુસાફરી કરી રહ્યું હતું. નીરજ લવાનિયા અને અપર્ણા લવાનિયા પોતાની રજાઓ ગાળવા માટે લંડન જઇ રહ્યા હતા. બંને વડોદરામાં ખાનગી કંપનીમાં કામ કરતા હતા. નીરજ લવાનિયાએ તેમના ભાઇ સાથે આખરમાં ફોન પર વાત કરી હતી. અને તેઓ ફ્લાઇટમાં બેસી ગયા હોવા અંગેની જાણકારી આપી હતી.
દિકરીના માથા પરથી માતા-પિતાનું છત્ર હંમેશા માટે જતું રહ્યું
ભાઇ સાથે વાતચીત કર્યાના થોડાક જ સમયમાં પ્લેન ક્રેશની ઘટનાની જાણકારી તેમને મળી હતી. આ ઘટનામાં બંને દંપતીનું મૃત્યું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. દંપતીને 15 વર્ષની દિકરી છે, પ્લેન ક્રેશ બાદ દિકરીના માથા પરથી માતા-પિતાનું છત્ર હંમેશા માટે જતું રહ્યું છે. આ ઘટનાની જાણકારી મળતા જ સિકરીના સાંસદ મૃતકોના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને હરસંભવ મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો --- VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના પરિજોના DNA મેળવવા 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઇ