Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્તોને પડખે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવારત
- તબીબો, નર્સિગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સતત ફરજ પર
- હોસ્પિટલનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક બજાવી રહ્યો છે ફરજ
- તમામ લોકો એકજૂથ થઈને ફરજ નિભાવી રહ્યા છે
Ahmedabad Plane Crash : અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પડખે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશી તથા તમામ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આવ્યો છે.
પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્તોને પડખે સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સતત ફરજ પર છે. હોસ્પિટલનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યો છે. જેમાં તમામ લોકો એકજૂથ થઈને ફરજ નિભાવી રહ્યા છે. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક "સ્વ" નહિં "સમસ્તિ" માટે સેવારત છે.
Ahmedabad Plane Crash : જુઓ બીજા દિવસના LIVE દ્રશ્યો, કાળમુખા વિમાને Ahmedabad માં ચોમેર વેરી તબાહી https://t.co/cUULmCA2IQ
— Gujarat First (@GujaratFirst) June 13, 2025
PM રૂમથી એક મૃતદેહ પરિવારજનને સોપાયો
તમામ લોકો એકજૂટ થઈને એક એક જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. વિમાન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. જેમાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે. તેમજ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. PM રૂમથી એક મૃતદેહ પરિવારજનને સોપાયો છે. મૃતકની ઓળખ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265ના મોત થયા છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265ના મોત થયા
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265ના મોત થયા છે. જેમાં NDRFના ડિરેક્ટર હરિઓમ ગાંધી ઘટનાસ્થળે પહોંચ્યા છે. જેમાં ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસને વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના સંબંધીઓ પાસેથી ડીએનએ નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેથી તેમની ઓળખ થઈ શકે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે પીડિતોની ઓળખ માટે બીજે મેડિકલ કોલેજના કસોટી ભવનમાં આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર
ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતુ. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે. મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash : Configuration Error અમદાવાદના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ બની?