Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિમાન દુર્ઘટના મામલે મંત્રાલયનું મોટું નિવેદન, 'AI - 171 માં કોઇ સમસ્યા ન્હોતી'

AHMEDABAD PLANE CRASH : થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એટીસી દ્વારા પાયલોટનો સંપર્ક કરવામાં આવ્યો હતો
વિમાન દુર્ઘટના મામલે મંત્રાલયનું મોટું નિવેદન   ai   171 માં કોઇ સમસ્યા ન્હોતી
Advertisement
  • અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું
  • આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી
  • આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં રોકવા માટે કમિટિની રચના કરાઇ

AHMEDABAD PLANE CRASH : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયની ફ્લાઇન (AIR INDIA FLIGHT) AI - 171 ક્રેશ થવા મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું (CIVIL AVIATION MINISTRY) મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલય નિવેદનમાં જણાવે છે કે, એરપોર્ટથી બે કિમી દુર આ દુર્ઘટના સર્જાઇ છે. 650 ફૂટ ઉપર ગયા બાદ પ્લેન નીચે આવ્યું હતું. આ પ્લેન પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમાદવાદ આવ્યું હતું. અગાઉ AI - 171 માં કોઇ સમસ્યા સર્જાઇ ન્હોતી. થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

650 ફૂટની ઉંચાઇએ પહોંચ્યા બાદ પ્લેન નીચે આવવા લાગ્યું

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં 241 મુસાફરોના મોત થયા છે. જ્યારે એક માત્ર મુસાફરનો કુદી જવાથી બચાવ થયો છે. આ ઘટનામાં આજે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તજજ્ઞોનો સમાવેશ કરતી એક કમિટિના રચના કરી છે. જે આગામી સમયમાં પોતાનો વિગતવાર અહેવાલ રજુ કરશે. તેના આધારે મંત્રાલય દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવનાર છે. આજે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે, એરપોર્ટથી 2 કિમી દુર આ દુર્ઘટના સર્જાઇ છે. 650 ફૂટની ઉંચાઇએ પહોંચ્યા બાદ પ્લેન નીચે આવવા લાગ્યું હતું. આ પ્લેન પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ ગયું હતું. અગાઉ AI - 171 માં કોઇ સમસ્યા ન્હોતી.

Advertisement

બ્લેક બોક્સ સીલ કરવામાં આવ્યું

વધુમાં જણાવ્યું કે, થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એટીસી દ્વારા પાયલોટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે થઇ રહ્યો ન્હતો. પ્લેન ક્રેશની ઘટના બાદ આગ લાગી હતી, જેના પર મોડી સાંજે 6 વાગ્યા સુધીમાં કાબુ કરી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં ઘટના સ્થળેથી બ્લેક બોક્સ સીલ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા આજે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને હવાઇ દુર્ઘટનાઓ રોકવા માટે કમિટિની રચના કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

Tags :
Advertisement

.

×