Ahmedabad PlaneCrash : અમદાવાદની ભયાવહ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મુસાફરોની વિગત આવી સામે
- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મુસાફરોની વિગત સામે આવી (Ahmedabad PlaneCrash)
- ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર
- બ્રિટનનાં 52, પોર્ટુગલનાં 6, કેનેડાનો 1 નાગરિક સવાર હતો
- અન્ય તમામ મુસાફર ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું
Ahmedabad PlaneCrash : અમદાવાદમાં આજે ભયાવહ વિમાન દુર્ઘટના ઘટી છે. અંદાજે બપોરે 1.39 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોથી ભરેલું એર ઈન્ડિયાનું (AirIndia) પ્લેન લંડન જતું હતું. ત્યારે અચાનક ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. પ્લેન ક્રેશમાં કેટલાક મુસાફરો જીવતા ભડથું થતાં 108 એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ ખસેડાયા છે. આ વિમાનમાં ગુજરાતનાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) પણ સવાર હતા. ઉપરાંત, પ્લેનમાં સવાર અન્ય મુસાફરોની વિગત પણ સામે આવી છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ
એરઈન્ડિયાનું પેસેન્જર પ્લેન
એરપોર્ટ અનિશ્ચિત સમય સુધી બંધ
અને તમામ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે@ahmairport @airindia @vishvek11 #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #BreakingNews #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia… pic.twitter.com/yg59rJi2Sw— Gujarat First (@GujaratFirst) June 12, 2025
આ પણ વાંચો - Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ...
વિમાનમાં પૂર્વ CM વિજય રૂપાણી સહિત બ્રિટનનાં 52, પોર્ટુગલનાં 6, કેનેડાનો 1 નાગરિક સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ (Ahmedabad AirPort) પરથી એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન અચાનક દુર્ઘટનાગ્રસ્ત (Ahmedabad PlaneCrash) થયું છે. આ પ્લેનમાં 200 થી વધુ મુસાફરો સવાર હોવાની માહિતી છે. પ્રાપ્ત વિગત અનુસાર, આ વિમાનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેમની સાથે અન્ય વિદેશી નાગરિકો પણ સવાર હતા, જેમાં બ્રિટનનાં 52, પોર્ટુગલનાં 6, કેનેડાનો 1 નાગરિક સામેલ છે. જ્યારે અન્ય તમામ મુસાફર ભારતીય નાગરિક હોવાનું હાલ જાણવા મળ્યું છે.
Ahmedabad Plane Crash :Ahmedabad પ્લેન ક્રેશ...પૂર્વ CM વિજય રૂપાણી પણ હતા પ્લેનમાં...! | Gujarat First #Gujarat #Ahmedabad #AhmedabadPlaneCrash #airindiacrash #meghaninagar #Vijayrupani #passengerplane #Gujaratfirst pic.twitter.com/gSekYtihwb
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
આ પણ વાંચો - Ahmedabad Plane Crash: એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયુ ક્રેશ, સામે આવ્યું કારણ
વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં જ તૂટી પડ્યું
પ્રાથમિક માહિતી અનુસાર, એર ઈન્ડિયાનું (AirIndia) બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાનને લંડનનાં ગેટવિક માટે ઉડાન ભરી હતી. ટેક ઓફ કર્યા બાદ માત્ર 10 મિનિટમાં જ વિમાન ક્રેશ થયું હતું. ક્રેશ થયેલા પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 જેટલા મુસાફર સવાર હતા. જ્યારે આ વિમાનની કેપેસિટી 300 મુસાફરોની હતી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં જ તૂટી પડ્યું હતું. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ મોટાપાયે નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ક્ષત વિક્ષત મૃતદેહ જોવા મળ્યા હતા. ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. એમ્બ્યુલન્સ સહિતનાં રાહત-બચાવ ટીમો ઘટનાસ્થળે છે અને સંપૂર્ણ દુર્ઘટના સ્થળને કૉર્ડન કરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અમદાવાદમાં ક્રેશ થયું 787 ડ્રીમલાઇનર વિમાન! શા માટે મોટી એરલાઇન તેને કરે છે પસંદ?