Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ મુખ્યમંત્રીના નિધનના શોકમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો

AHMEDABAD PLANE CRASH : અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત નિપજ્યા હતા
પૂર્વ મુખ્યમંત્રીના નિધનના શોકમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો
Advertisement
  • આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિઘિ યોજાશે
  • રાજ્ય સરકાર દ્વારા એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઇ છે
  • શોકનું પાલન કરતા સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો છે

AHMEDABAD PLANE CRASH : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવનાર છે. આજના દિવસે રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય રાજ્યવ્યાપી શોક જાહેર (ONE DAY STATE MOURNING) કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારી કચેરીઓમાં અડધી કાંઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. રાજકોટમાં આજે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવશે. આ દુર્ઘટના બાદ તેમનો પુત્ર રૂષણ રૂપાણી લંડનથી રાજકોટ આવી પહોંચ્યો હતો.

241 મુસાફરોના મોત નિપજ્યા

આજે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા કોર્ટમાં રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો છે. આજે રાજ્યભરની કચેરીઓમાં સરકારી આદેશ અનુસાર શોક પાળવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત નિપજ્યા હતા. આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવનાર છે. તે પહેલા રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

મોટી સંખ્યામાં અગ્રણીઓ-આગેવાનો જોડાશે

માત્ર વડોદરા જ નહીં રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેમની અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ-આગેવાનો જોડાનાર છે. રાજ્ય સરકાર દ્વારા ગતરોજ એક દિવસના શોકની જાહેરાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો ---- LIVE: Ahmedabad Plane Crash : વિજય રૂપાણી આજે અંતિમ સફરે, રાજકોટમાં સાંજે 6 વાગ્યે અંતિમ સંસ્કાર

Tags :
Advertisement

.

×