Vijay Rupani passes away : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન, જાણો તેમની રાજકીય કારકિર્દી
- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મુસાફરોની વિગત સામે આવી
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર
- બ્રિટનના 52, પોર્ટુગલના 6, કેનેડાનો 1 નાગરિક સવાર હતો
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સારવાર દરમ્યાન અવસાન
અમદાવાદમાં થયેલ વિમાન દુર્ધટનામાં મુસાફરોની વિગત સામે આવી રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. બ્રિટનના 52, પોર્ટુગલના 6, કેનેડાનો 1 નાગરિક સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
વિજય રૂપાણીની અંતિમ તસ્વીર
વિજય રૂપાણીના કાર્યકાળ પર નજર કરીએ તો, વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષના રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપેએ ગુજરાત વિધાનસભાના સદસ્ય છે. 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્યાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા.
પ્રારંભિક જીવન
2 ઓગસ્ટ 1956 ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર 1960 માં બર્માને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા હતા. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા હતા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા. પછી તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. તેઓ 1971 થી ભારતીય જનતા પક્ષનાં કાર્યકર્તા છે. 1976 વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતા. એ બંને કારાગરોમાં એ 11 માસ સુધી હતાં. વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. 1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા હતા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ
જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા. ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ - ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા. ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર. સી. ફળદુ આરૂઢ હતા. ૨૦૧૪ ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ બન્યા. ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયનું નામાંકનએ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જીત્યા હતા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.