Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર

અમદાવાદની ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં ઈન્દોરની હરપ્રીત કોર (Harpreet Kaur) નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હરપ્રીત પતિના જન્મદિવસની ઉજવણી માટે લંડન જઈ રહી હતી. વાંચો વિગતવાર.
ahmedabad plane crash   16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર
Advertisement
  • મૃતક Harpreet Kaur બેંગાલુરુની આઈટી કંપનીમાં નોકરી કરતી હતી
  • હરપ્રીતના પતિ લંડનમાં ક્લાઉડ આર્કિટેક તરીકે કામ કરે છે
  • 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણી માટે હરપ્રીત લંડન જઈ રહી હતી

Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદના એરપોર્ટ નજીક થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં કુલ 265 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ કમનસીબ મૃતકોમાં ઈન્દોરની હરપ્રીત કોર (Harpreet Kaur) પણ સામેલ હતી. હરપ્રીત પોતાના પતિના જન્મદિવસની ઉજવણી માટે લંડન જઈ રહી હતી. હરપ્રીતના પતિ રોબી હોરા (Robbie Hora) ના 16મી જૂને જન્મદિવસ હતો. હરપ્રીત અને તેનો પતિ રોબી હોરા બંને આઈટી સેક્ટરમાં કાર્યરત હતા.

16મી જૂને કરવાની હતી ખાસ ઉજવણી

બેંગાલુરુની આઈટી કંપનીમાં હરપ્રીત કોર (Harpreet Kaur) નોકરી કરતી હતી. આ હરપ્રીત કોરના પતિ રોબી હોરા (Robbie Hora) લંડનમાં ક્લાઉડ આર્કિટેક તરીકે કામ કરે છે. હવે 16મી જૂને રોબી હોરાનો જન્મદિવસ હોવાથી Harpreet પતિને મળવા જવા માટે લંડન જઈ રહી હતી. કમનસીબ હરપ્રીત કોરે લંડન માટે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ ફ્લાઈટમાં જ ટિકિટ બૂક કરાવી હતી. હરપ્રીત અને તેના પતિ રોબી હોરા 16મી જૂને સાથે આ જન્મદિવસની ખાસ ઉજવણી કરવાના હતા.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : ઈંગ્લેન્ડના 2 મૃતકોએ જૂનાગઢમાં કર્યો હતો યોગાભ્યાસ, સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટે આપી શ્રદ્ધાંજલિ

Advertisement

હરપ્રીત પણ રહી ચૂકી છે લંડનમાં

અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં Harpreet Kaur નામક પેસેન્જરનું કરુણ મૃત્યુ નીપજ્યુ હતું. આ હરપ્રીત તેના પતિ Robbie Hora ના 16મી જૂને આવતા જન્મદિવસની ઉજવણી માટે લંડન જઈ રહી હતી. હરપ્રીત કોરના પરિવારજન રાજેન્દ્ર સિંહ હોરા જણાવે છે કે, હરપ્રીત પોતે પણ લંડનમાં 3 વર્ષ રહી ચૂકી હતી. અત્યારે હરપ્રીત બેંગાલુરુની એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી. 16મી જૂને જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે હરપ્રીતે 12મી જૂને ભારતથી લંડન જવાનું નક્કી કર્યુ હતું. જો કે હરપ્રીતના કમનસીબે 12મી જૂને થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

Advertisement

.

×