Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
- આજે સવારે 9 વાગ્યા સુધીમાં 132 DNA મેચ થયા
- મૃતકોના 131 સંબંધીઓને સંપર્ક કરવામાં આવ્યો
- અત્યાર સુધીમાં 97 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચની કાર્યવાહી થઇ રહી છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે. તેમાં આજે સવારે 9 વાગ્યા સુધીમાં 132 DNA મેચ થયા છે. મૃતકોના 131 સંબંધીઓને સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 97 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. બીજા મૃતદેહોને પરિવારને ટૂંક સમયમાં સોંપવામાં આવશે.
Summary Mortal remains
UPDATES UP TO :- 17/06/2025 , 9:07 A.M.
NO. OF DNA MATCH - 132
NO. OF RELATIVES CONTACTED- 131
NO. OF MORTAL RELEASED- 97
Mortal remains will be handed over soon.
— Rushikesh Patel (@irushikeshpatel) June 17, 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પાંચ દિવસ વીતી ચૂક્યા છે
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પાંચ દિવસ વીતી ચૂક્યા છે. આજે છઠ્ઠા દિવસે મંગળવારે સવારના 9 વાગ્યા સુધીમાં સિવિલમાં 132 મૃતકનાં DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છે અને અન્ય સેમ્પલની પણ સતત કાર્યવાહી ચાલી રહી છે. જેમનાં સેમ્પલ મેચ થયાં છે એમાંથી 97 મૃતદેહ તેમનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. 11 મૃતદેહ એવા છે, જેમના પરિવારમાં એક કરતાં વધુ લોકોનાં મોત થયાં હોય, અન્યના રિપોર્ટ બાદ મૃતદેહ સ્વીકારશે. સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા બાદ મોડીસાંજે અંતિમવિધિ કરવામાં આવી હતી.
વહેલી સવારથી વરસતા વરસાદની વચ્ચે મૃતદેહ લેવા માટે પરિવારજનો પહોંચી રહ્યાં છે
DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જે પણ લોકો મિસિંગ છે. તેમના પરિવારજનો જો બ્લડ સેમ્પલ આપવા માટે આવશે. તેમના સેમ્પલ લેવા આવશે. બી.જે મેડિકલ કોલેજના 4 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. DNA સેમ્પલ પ્રક્રિયા ઘણી જટિલ છે પરંતુ FSL અને NSFU બહુ ઝડપી કામગીરી કરી છે. DNA સેમ્પલ ઘણા બધા મેચ કરવામાં આવતાં હોય છે. જો કે તંત્ર દ્વારા ખૂબ જ સારી અને ઝડપી પરિણામ આપી રહ્યું છે. પ્લેનમાં બચી ગયેલો એક મુસાફર વિશ્વાસની તબિયત અત્યારે સારી છે. ડોક્ટરો અત્યારે તેમની સારવાર કરી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના છઠ્ઠા દિવસે પણ મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી વરસતા વરસાદની વચ્ચે મૃતદેહ લેવા માટે પરિવારજનો પહોંચી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat Rain : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, કેટલાય ગામનો સીધો સંપર્ક તૂટ્યો