Ahmedabad Plane Crash : દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું, પરંતુ તે જ મોતનું કારણ બન્યું!
- વિમાન દુર્ઘટનામાં એક ચમકતો સિતારો બુઝાયો! (Ahmedabad Plane Crash)
- મુંબઈનાં જુહુ કોલીવાડાની સૈનીતા ચક્રવર્તીનું નિધન થયું
- એર ઈન્ડિયામાં કેબિન ક્રૂ હતી સૈનીતા ચક્રવર્તી
- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર નગંતોઈ શર્માનું પણ મોત
- મણિપુરની 20 વર્ષીય નગંતોઈ શર્માએ ઉડાન ભરતા પહેલા બહેનને કોલ કર્યો હતો
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં 229 મુસાફર અને 12 ક્રૂ મેમ્બર હતા. આ દુર્ઘટનામાં તમામનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. ક્રૂ મેમ્બરમાં મુંબઈનાં (Mumbai) જુહુ કોલીવાડાની સૈનીતા ચક્રવર્તી અને મણિપુરની (Manipur) 20 વર્ષીય નગંતોઈ શર્મા પણ સામેલ હતી, જેમના મોત નીપજ્યા છે. બંને યુવતીઓએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને, મહેનત કરીને પોતાનાં સપના પૂરા કર્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash દુર્ઘટનામાં સુરતના કોસંબા તરસાડીના દંપતીનું મોત, પરિવારમાં શોકનો માહોલ
સૈનીતા ખૂબ જ મહેનતું અને હોશિયાર હતી : પાડોશી
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) એક ચમકતો સિતારો બુઝાયો છે. મુંબઈનાં જુહુ કોલીવાડાની સૈનીતા ચક્રવર્તીનું (Sainita Chakraborty) આ દુર્ઘટનામાં નિધન થયું છે. સૈનીતા ચક્રવર્તી એર ઈન્ડિયામાં વિમાનમાં કેબિન ક્રૂ હતી. પાડોશી સૈનીતાને લાડથી પિન્કી તરીકે બોલાવતા હતા. પાડોશીઓએ જણાવ્યું કે સૈનીતા ખૂબ જ સારા સ્વભાવની હતી. તે ખૂબ જ મહેનતું અને હોશિયાર હતી. જીવનની દરેક મુશ્કેલીને વીંધીને સૈનીતાએ તેના સપનાની ઉડાન ભરી હતી. આ દુર્ઘટનામાં સૈનીતાનાં મોતથી પરિવાર હજું પણ આઘાતમાં છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિ. માટે લંડન જતાં બે યુવાનનાં પણ મોત
ઉડાન ભરતા પહેલા નગંતોઈએ બહેનને ફોન કર્યો હતો
બીજી તરફ એર ઇન્ડિયાનું (Air India) જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં મણિપુરની 20 વર્ષીય નગંતોઈ શર્મા (Nganthoi Sharma) પણ ક્રૂ મેમ્બર હતી. માહિતી અનુસાર, ઉડાન ભરતા પહેલા નગંતોઈએ તેણીની બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે,'દીદી હું લંડન જઈ રહી છું...' પરિવારનાં જણાવ્યા અનુસાર, છેલ્લે માર્ચ મહિનામાં નગંતોઈ પોતાનાં વતન થૌબલ આવી હતી. જ્યારે વર્ષ 2023 માં એર ઈન્ડિયામાં ક્રૂ (Air India Crew Member) તરીકે જોડાઈ હતી. પરિવારનો આરોપ છે કે હજું સુધી તેમના ઘરે કંપનીનો અધિકારી કે સરકારી અધિકારી મળવા આવ્યા નથી અને કોઈ માહિતી પણ કોઈએ આપી નથી.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ભાવનગરનાં કાજલબેન ભાઈ સાથે ભોજન કરતા હતા અને બિલ્ડિંગ સાથે અથડાયું વિમાન