Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો

VADODARA : પરિવારની આ દુખની ઘડીમાં સહભાગી થવા માટે સ્થાનિક ધારાસભ્ય કેયુર રોડકિયા, કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના લોકો હાજર
vadodara   પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો
Advertisement
  • અમદાવાદ પ્લેન ક્રેશમાં બીજા મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે આવ્યો
  • અંજુ શર્મા પોતાની પુત્રી પાસે લંડન જવા પ્લેનમાં બેઠા હતા, ક્રેશમાં જીવ ગુમાવ્યો
  • આજે સવારે તેમના મૃતદેહને ગ્રીન કોરિડોર રચીને લાવવામાં આવ્યો
  • આજે સવાર સુધીમાં વડોદરાના બે મૃત મહિલાઓના દેહને લાવવામાં આવ્યા છે

VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં મૃતકો અને તેમના પરિજનોના ડીએનએ મેળવીને (DNA MATCH) હવે મૃતદેહ સોંપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. માંજલપુર વિસ્તારમાં રહેતા અને પુત્રને મળવા માટે લંડન જવા ફ્લાઇટમાં બેઠેલા કલ્પનાબેન પ્રજાપતિનું ક્રેશમાં મોત નિપજ્યું હતું. આજે સવારે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગોરવા વિસ્તારમાં રહેતા અંજુબેન શર્માનો મૃતદેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યો છે. અંજુબેન શર્મા પોતાની પુત્રીના ઘરે લંડન જઇ રહ્યા હતા. પરંતુ ક્રેશમાં તેમનું મોત નિપજ્યું હતું. અને આ ઘટના બાદ તેમના પુત્રી નિમ્મી શર્મા વડોદરા આવી પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેર જિલ્લાના 32 જેટલા યાત્રીઓએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે.

પુત્રીએ એર ઇન્ડિયા કંપનીની સિક્યોરીટી અણિયારા સવાલો ઉઠાવ્યા

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વડોદરાના અંજુ શર્મા લંડન જવા માટે બેઠા હતા. પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યું થયું છે. આ દુર્ઘટના પહેલા તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યું હતું. એમાં જુના એક સોંગની કડી હતી, 'કોઈના જાને યહા ક્યાં હો જાયે કલ'. અને ખરેખર તેમના જીવનમાં પણ એવી જ ઘટના બની હતી. આ ઘટના બાદ મૃતકની પુત્રી નિમ્મી શર્માએ એર ઇન્ડિયા કંપનીની સિક્યોરીટી અણિયારા સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સિક્યોરીટી બહુ ખરાબ હોય છે. મારી સાથે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખરાબ અનુભવ થયો હતો. એર ઇન્ડિયા ખૂબ જૂનું બોઇંગ વાપરે છે, તેઓ નવું બોઇંગ કેમ નથી ખરીદતા ?. હું જીવનમાં ક્યારે એર ઇન્ડિયામાં નહીં બેસુ.

Advertisement

નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

અમદાવાદથી ગ્રીન કોરિડોર રસીને અંજુ શર્માનો મૃતદેહ વડોદરા તેમના ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારની આ દુખની ઘડીમાં સહભાગી થવા માટે સ્થાનિક ધારાસભ્ય કેયુર રોડકિયા, કોર્પોરેટર શ્રીરંગ આયરે તથા અગ્રણી રાજેશ આયરે સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મૃતકને કોફિનમાં લાવવામાં આવ્યા હતા. ઘરે અંતિમ વિધિ પતાવીને તેમને અંતિમ વિધિ માટે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પ્લેન ક્રેશમાં મૃતક મહિલા મુસાફરનો દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

Tags :
Advertisement

.

×